________________
૨૨૦
કુમાર સમરકેતુ, કાંચીપતિ કુસુમશેખરના વંશરૂપી કમળ વનમાં શશીકળા સમાન મલયસુંદરીને સપ્રેમ સબહુમાન પોતાની આરોગ્ય વાર્તા કહી આનંદ પમાડે છે.
સુંદરી ! મને યાદ છે, બરાબર યાદ છે, ચંદ્રિકારૂપી અમૃતથી સિંચાયેલ વાવના રેતાળ કિનારા પર તારો અચાનક મેળાપ થયો હતો, તે રાત્રી. મારા આ હસ્તતળને ધન્ય છે, જેણે સંવાહન પ્રસંગે તારા શરીરનો સ્પર્શ અનુભવ્યો હતો. અહા ! તે વખતનો નિર્જન બગીચો, વેરેલા હાથીદાંત જેવી તે વખતની પ્રદોષ ચંદ્રિકા, તે વખતનો ઝીણી રીતીવાળો દૂધ જેવો વાવાનો કાંઠો, તારા સુવાથી ગૌરવ પામેલી તે વખતની કમળની પથારીના એક ભાગમાં બેસવાનું સુભાગ્ય સમુદ્રમાં પડ્યા પછીની વાત પૂછવામાં તરૂં અલ્પ પણ મનોમુગ્ધ ગુંજન ! આ બધું મરતાં સુધી પણ ભૂલવાનો નથી. પણ શું કરૂં ? દૂર દેશમાં રહેઠાણ તારા સમાગમમાં વિઘ્નભૂત છે. પણ હ્રદયથી તો હંમેશ પાસે જ છું એમ જાણજે.
માત્ર ગાઢ આશ્લેષપૂર્વક બંધુસુંદરીને આટલી વિજ્ઞપ્તિ કરવી ઉચિત ધારૂં છું—
(હું જાઉં છું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં-કલાપી.) બંધુસુંદરી ! સુંદરી ! ઓ !
વીનવું શું હું તને,
જે વિનવું તે તે વિદારે
ચિત્રડું મ્હારૂં જ રે ! બં૦ ૧