________________
૪. રંગમાં ભંગ કે રંગમાં ઉમંગ ?
શબ્દાનુસારે હું જોવા લાગ્યો, તો કિલ્લાના ભાગમાં કેટલીક કન્યાઓનું ટોળું જોયું. તેઓ સાક્ષાત્ જાણે સોનાની ધ્વજાઓ હોયની, જાણે વિજળી હોયની, જાણે દિવ્ય ઔષધિઓ હોયની, જાણે કલ્પલતાઓ હોયની, જાણે સૂર્યના કિરણો હોયની, જાણે વજની જ્વાળાઓ હોયની, જાણે સોનાના કમળની ડાંડલીઓ હોયની, જાણે જળ દેવતા હોયની, જાણે હાથની દિવિઓ હોયની, જાણે રત્નની માળાઓ હોયની, કેટલીક સુવર્ણ ચંપાની કળી જેવી હતી. કેટલીક નીલોત્પલની પાંખડી જેવી હતી. કસૂરિના તિલકથી શોભતાં મુખરૂપ ચંદ્રોથી આકાશને સેંકડો ચંદ્રયુક્ત કરતી હતી, વિકસિત નયનોના વિક્ષેપથી હજારો માછલીઓ યુક્ત સમુદ્રને કરતી હતી. મુખમાંથી દિશાઓમાં ફેલાતી સુગંધની પારિજાત વૃક્ષો યાદ દેવડાવતી હતી. પહોળા અને ઉંચા સ્તન વડે પર્વતમય જાણે પૂલ હોયની એવો ભાસ કરાવતી હતી. છટાદાર નિરીક્ષણથી સમુદ્રને મર્યાદિત બનાવતી હતી ભ્રકુટીની છટાથી કામદેવને ધનુર્વેદ શીખવતી હતી, તેઓનું રૂપ આખા જગતને આશ્ચર્ય પમાડે તેવું હતું.
વિદ્યાઓમાં જાણે શબ્દવિદ્યા, રસવૃત્તિઓમાં જાણે કૌશિકી વૃત્તિ, છંદોમાં જાણે ઉપજાતિ અલંકારોમાં જાણે જાતિ, રીતિઓમાં જાણે વૈદર્ભ, કાવ્ય ગુણોમાં જાણે પ્રસન્નતા, ગીતોમાં જાણે પંચમ ગીત, વાક્યોમાં જાણે રસીક વાક્ય, તેમ તેઓમાં અત્યન્ત શોભતી લગભગ સોળ વર્ષની એક સુંદર કન્યા મેં જોઈ.
વેત્રધારીને ખભે હાથ મુકી શરીર ટેકવી તે સહુની આગળ