________________
પ્રકાશકીય
પ્રભુ શાસનની શ્રાવક-પરંપરામાં પરમાઈના બિરુદથી નવાજાયેલા, ભક્તિરસથી હર્યાભર્યા એવા મહાકવિ શ્રી ધનપાળની અનુપમ કૃતિ એટલે જ તિલકમંજરી. તે વિસ્તૃત વર્ણનાત્મક કથાના સારરૂપ મકરંદ એટલે જ પ્રસ્તુત ગ્રંથ. પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે તૈયાર કરેલ આ કથા સારાંશ અપર નામ “સુકૃત સંયોગ' ને પ્રકાશિત કરતા અત્યંત હર્ષની અનુભૂતિ કરીએ છીએ. કવિવર ને કૃતિ બંનેનો વિશેષ પરિચય આગળના પૃષ્ઠોમાં પથરાયેલો છે. જિજ્ઞાસુ ત્યાં અચૂક દષ્ટિપાત કરે.
આજથી ૮૫ વર્ષ પૂર્વે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી પુષ્પ-૧૩ રૂપે પાટણથી તે બહાર પડેલ. આજે દર્શન દુર્લભ થતા તેના મુનર્મુદ્રણ પ્રસંગે પૂર્વ સંપાદક તથા પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરીએ છીએ.
પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની અભૂત સેવા-વૈયાવચ્ચ કરનારા મુનિરાજ શ્રી રવિકાંતવિજયજી મહારાજાએ પ્રસ્તુત પૂફના સંપદનનું કાર્ય કરી સુંદર શ્રુતભક્તિ બજાવી છે.
પૂજયપાદ પ્રેમ-ભુવનભાનુ સમુદાયહીર આ. ભ. શ્રી વૈરાગ્યદેશનાદક્ષ શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. ની પ્રેરણા ને માર્ગદર્શનથી આજ સુધીમાં કુલ ૩૫૦ જેટલા ગ્રંથરત્નોને નવજીવન આપવામાં અમે સફળ બન્યા છીએ. હજી પણ આ કાર્ય ચાલુ છે. શ્રુતદેવી ભગવતી અમને આ કાર્યમાં સહાયતા બક્ષે.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમાર જરીવાલા લલિતકુમાર કોઠારી પુંડરીકભાઈ શાહ