SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ હરિવહન કુમારના હજુરી, ને કાવ્યમાં રસિક મશ્કરા મંજીરકે પાસે આવી કહ્યું કુમારશ્રી ! આ અવસરે હું વિજ્ઞપ્તિ કરવા ઈચ્છું છું. હું આશા રાખું છું કે જરા ધ્યાન આપી મને કૃતાર્થ કરશો. ચૈત્ર સુદી તેરશે કામદેવના મંદિર તરફ ગયો. અંદર જતાં જ આંગણામાં આંબા નીચે પડેલું એક પરબીડીયું મારી નજરે પડ્યું. તે કોઈ ન દેખે તેમ મેં ઉપાડી લીધું ને ખસના છેડે બાંધી દીધું. પરબીડીયું તાડપત્રનું હતું. તેનું મુખ કમલના તાંતણાથી બાંધેલ હતું. બન્ને બાજુથી સફેદ ચંદનની લહીથી ચોંટાડેલ હતું. જરા ગરમી લાગવાથી ચંદન સુકાઈ કઠણ થઈ ગયું હતું. ઉપર ભોળી બાળાના સ્તનની ડીંટડીની છાપ હતી. ઘેર આવી એકાંતમાં તપાસ્યું આ કોનું હશે ? કોના ઉપર મોકલ્યું હશે ? એમ વિચાર કરી ચારે તરફ ધ્યાનથી જોયું, પણ ન જોયું સરનામું કે ન જોયું કોઈનું નામ. કવર ફાડ્યું, તો તેમાં એક આર્યા છંદ જોયો. કસ્તુરી અક્ષરે એ છન્દ લખ્યો હતો. કંકુથી ફરતી વેલ ચિત્રી હતી. અગરના ધૂપથી સુગંધી બનાવ્યો હતો. પણ તેનો અર્થ સમજાય તેમ નહોતું. એક ચિત્તથી વારંવાર વિચાર કર્યો, પણ હું ભાવાર્થ સમજી શક્યો નહીં. અહીં સાથે લેતો આવ્યો છું, તો જરા આપ તપાસો કે શો એનો ભાવાર્થ છે ? કોણે કોના ઉપર મોકલેલ છે ? વગેરે જુઓ, સાંભળો. મંજીર, આર્યા લલકારી
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy