SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ કરજે અને કોઈપણ જાતની આશાતના થવા ન પામે તેને માટે ખાસ કાજળી રાખજે.' લક્ષ્મીદેવી પોતાના મૂકામ ભણી ચાલ્યા ગયા. પ્રિયંગુણસુંદરીને પતિ સમાગમ ન થયો છતાં જરા પણ અકળાઈ નહીં, ગભરાઈ નહીં. ઉલટી પ્રિયંવદાની ચિંતા કરવા લાગી કે “સર્વજ્ઞના વચનમાં સ્ટેજ સંદેહ કર્યો, અને ઉદ્વિગ્ન થઈ. તેથી બિચારીને બીજા ભવમાં થોડો વખત કષ્ટ ભોગવવું પડશે.” શુભ પરિણામ દિવસે દિવસે વધતો જતો હતો તેથી ઘણું જ પૂણ્ય ઉપાર્જન કરી થોડા જ દિવસોમાં દિવ્ય શરીર છોડી ચક્રસેન વિદ્યાધરની પુત્રી તિલકમંજરી રૂપે અવતરી, તે જ આ. ઘણું જ ઉપાર્જન કરેલ હોવાથી અત્યન્ત રૂપ, લાવણ્ય પામી બાલ્યાવસ્તામાં જ સમસ્ત કળાઓમાં પ્રવિણ થઈ, જન્માન્તરની સખી લક્ષ્મીદેવીની સહાયથી બીજી કન્યાઓ કરતાં ઘણી જ પ્રભુતાવાળી થઈ છે. પોતાના પતિમાં જ પ્રેમ લાગેલો હોવાથી બીજા કોઈપણ પુરૂષ તરફ તેનું મન વળતું જ નહીં, તેથી આજ સુધી શાન્તપણે બેસી રહી હતી. ગઈકાલે દિવ્યહાર જોવાથી જાતિસ્મરણ જ્ઞાન થતાં તે દેવભવનનું સુખ જોઈ શકી છે. પોતાના પતિ સાથે ઘણો કાળ સુખ ભોગવ્યું હતું તે તાજું હોય તેવું જ યાદ આવવાથી નજર આગળ તરી વળવાથી અત્યંત દુઃખની મારી મૂછ ખાઈ ઢળી પડી હતી. સવારમાં પણ દુઃખને લીધે ઘરમાં ન રહી શકવાથી તીર્થયાત્રા કરવાને બહાને ઘરેથી નીકળી.“ગુપચુપ ચાલ્યા ગયેલા પતિએ મારા કંઠમાંથી ઉતારી પોતે પહેરેલો આ હાર છે.” એમ પ્રેમથી મોહિત થઈ માત્ર આ હાર પહેરી રાખ્યો છે.”
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy