________________
૨૭૯ પૂરાણમુનિ આદિનાથની સન્મુખ બેસી વિસ્તૃત તીનમૂછનાવાળું શ્રાવકો પેઠે લગોલગ આવી આવીને બેઠેલા મૃગોવડે આનંદાશ્રુથી ઉભરાતી ચક્ષુએ સંભળાતું મધુર સંગીત સંભળાવતા હતા. છતાં તમારી શોધમાં નિરંતર લાગેલા મેં, વિદ્યાધરોના અનેક અનેક પ્રયત્નોથી પણ તમારો પત્તો નહીં લાગતાં દર્શનોત્સુક થઈ કેટલાક દિવસો તે મઠમાં ગાળ્યા.
એક દિવસે જમીને પલંગ પર બેઠેલો હતો તેવામાં સૈન્યમાંથી શંખપાણી નામના ભંડારીએ પ્રણામ કરી મને કહ્યું
કુમાર ! એક વિજ્ઞપ્તિ છે. આપ જ્યારે પ્રવાસે નીકળ્યા ત્યારે દેવે (મેઘવાહન રાજાએ) આ હાર અને વીંટી મને આપ્યા છે. અને કહ્યું હતું કે કોઈ કષ્ટ પ્રસંગે કુમારને પહેરાવવા. હાર વૈમાનિક દેવે આપેલો છે અને વીંટી લક્ષ્મીદેવીએ આપેલ છે. આટલા દિવસ મેં સાચવી રાખ્યા હતા, લો આ.” એમ કહી મણીના દાભડામાંથી વીંટી અને હાર બહાર કાઢ્યા. આકાશમાં કેસરાઓ પ્રસરી રહી, વન જાણે એકી સાથે પુષ્પથી ખીલ્યું, જગત જાણે અમૃતથી લીંપાઈ ગયું, પવન જાણે કદંબની કેસરાના પરાગથી વ્યાપ્ત થયો હોય.
આશ્ચર્યાનંદ સાથે હાથમાં લઈ છાતીએ લગાડ્યા, જાણે પૂર્વભવમાં જોયા હોય, વાપર્યા હોય, તેમ પ્રીતિપૂર્વક થોડીવાર જોઈ રહ્યો. પછી હસીને ગંધર્વકને કહ્યું
“સૌમ્ય ! આખી પૃથ્વી જોઈ વળ્યો છું તેથી કહું છું કે તિલકમંજરીની છાતી સિવાય આ હારલાયક બીજું કોઈ સ્થાન જ નથી. માટે જા, જઈને આને ત્યાં જ સ્થાપન કર. અહીં કરંડીયામાં ગુચળું વાળીને નકામો રાખી મુકવાથી શું ? અને આ