________________
૩૫
પહોર રાત્રી વીતી ગઈ હતી. તેવામાં આખા સૈન્યમાં ભારે કોલાહલ મચી ગયો. એકદમ અમારું ધ્યાન ખેંચાયું.
ખાટલા ઉપર ઝુલ નાંખી સુતેલા માવતોને કેટલાક “ઉઠો, ઉઠો,” એમ બુમ પાડી ઝુલ ખેંચતાં ખેંચતા ઉઠાડવા લાગ્યા. કેટલાક અધિરા માણસો આમતેમ દોડવા લાગ્યા ને સિપાહીઓને તાકીદ આપવા લાગ્યા કે–“રથ જોડો; હાથી શણગારો; ઘોડે સવાર થા; જલ્દી કર; કવચ પહેરી લે; તલવાર કેમ ભૂલી ગયો ? લઈ લે.” જમાદારો પોતપોતાની ટુકડી સજ્જ કરવા લાગ્યા.
એ ભયંકર કલકલાણ સાંભળી વીરરસની મૂર્તિ સેનાપતિ ઝપાટાબંધ ઉભા થઈ ગયા. શત્રુ તરફના હુમલાનો વહેમ આવ્યો, કે તુરત ઢાલ તલવાર હાથ કર્યા, યુદ્ધનો પોષાક પહેરી બહાર નીકળ્યા.
બહાર નીકળી નજર કરી તો બે ઘોડેસવારો દોડી આવતા જણાયા. ઘોડાના દાબડા જોરથી પડતા હતા. ભગવા ફટકાઓના છોગાના છેડા પીઠ પર જોરથી અફળાતા હતા. એક હાથે ભાલો પકડ્યો હતો, ને બીજે હાથે ચાબુક ઉંચે પકડી રાખ્યો હતો. પાછળ ધુળના ગોટેગોટ ઉડતા હતા. ઘોડા ઉપર પલાણ પણ નાંખ્યું જ ન હતું. લોકો રસ્તામાં પૂછતા કે “અરે શું છે? શું છે ?”
“અરે ! કાંડરાત ! અરે કાચરક ! જલ્દી બોલો, શું છે ?” સેનાપતિએ પૂછ્યું.
ઘોડેથી ઉતરી પ્રણામ કરી બન્નેએ હાંફતા હાંફતા જવાબ આપ્યો. “દંડનાથ ! કાંચીના ઉત્તર દરવાજેથી શત્રુનું સજ્જ સૈન્ય બહાર આવ્યું છે. અને તણખલા માફક ગણતું ઝપાટાબંધ