________________
૧૭)
તારક–“કુમાર ! કોની પાસે માગું ? મારી બધી મહેનત ફોગટ ગઈ. મારા દેખતાં જ કોઈ માયાવી તારી પ્રાણપ્રિયાને પરિવાર સહિત છુપાવીને ઉપાડી ગયા જણાય છે. “અહીં જ તારે સ્વાધીન કરીશ.' પણ અરેરે ! મારો અભાગીયાનો એ મનોરથ સફળ ન થયો.”
અરે આ મશ્કરો શું બોલે છે ? કાંઈ ગાંડો થયો કે શું ? ખરેખર એ મને જોઈ શકતો નહીં હોય. નહીંતર આમ ન બોલે,” તુરત રાજકુમારના મુખ પરથી નજર પાછી ખેંચી લઈ દર્પણની બહાર ચારે તરફ જોયું, તો તે કિલ્લામાં કોઈપણ ન હતું, માત્ર હું એકલી જ વેલી માફક ઉભી હતી. તરત જ મને મૂર્છા આવી ગઈ. થોડીવારે શુદ્ધિ આવી. એટલે રાજકુમાર તરફ જોયું, તો તે તદન ગભરાઈ ગયો હતો. તેનું મૂખ પડી ગયું હતું.
થોડી વારે પેલા નાવિકને કહ્યું–“તારક ! નકામો ખેદ કાં કરે ? આમાં તારો શો દોષ ? માયાવી પુરૂષોને આપણે શું કરી શકીએ ? તે તારી ફરજ બરોબર બજાવી છે. સ્નેહ અને ભક્તિનો ક્રમ પ્રદર્શિત કર્યો છે. બુદ્ધિ પણ લડાવી ચૂક્યો છે. શરૂ કરેલ કામ ઠેઠ પરિણામ સુધી લાવી મૂક્યું હતું ને અતિદુર્લભ છતાં કન્યારત્ન મને મેળવી આપવાની ઘટના થતી હતી, તે તુટી ગઈ, એમાં અમારા ભાગ્યની જ દુરાત્મતા છે, તારો કાંઈ વાંક નથી. હવે પશ્ચાતાપ જવા દે, આ મારા સોબતીઓ સાથે આપણા સૈન્ય તરફ ચાલ્યો જા. ને મારા હુકમથી દૃઢવર્માને કૂચ કરવાનું કહે. અમાત્યો વગેરે મુખ્ય માણસોમાંના એકને સેનાનો નાયક બનાવ. આપણા કુલીન સેવકોને ઉત્સાહ આપજે. સૈન્યના દુબળા લોકોને ધન આપીને રાજી કરજે. જલ્દી જઈ પિતાજીને