________________
૧૬૯
વારંવાર તે મને ઉપર પ્રમાણે કહેતો હતો, ને હું પણ તે પ્રમાણે જ પેલા ખલાસી સામે જરા હસી, ચીડાઈને બોલી
અરે ભાઈ ! શું હું કાંઈ હેરી છું ? કે વારંવાર એનું એ બોલ્યા કરે છે. તારું કહેવું સમજી છું. આ નાયક સ્વીકારી લઉં છું. પણ હું જયાં સુધી અહીં છું ત્યાં સુધી એમને એમ ભલે રહ્યો. ઘેર જઈ કાંચીમાં આવેલો ગ્રહણ કરીશ.” મેં એમ કહ્યું એટલે તે ચુપ રહ્યો.
પછી પેલી ફૂલની છાબડીમાંથી એક સુંદર ફૂલની માળા લઈ જરા નીચે નમી સમુદ્રની પૂજાના બાનાથી નીચે ફેંકી, કે તુરત તે રાજકુમારના ગળામાં જઈ પડી. અમારા દરેક પર પેલું ચંદન થોડું થોડું છાંટી દીધું, ને દરેકને તિલક કર્યા.
પાસે ઉભેલી બાળાના હાથમાંથી દર્પણ લઈ આડું રાખી માળાથી અધિક ખૂબસુરત બનેલા રાજકુમાર સામે જોવા લાગી ને વારંવાર તેનું લાવણ્ય ખુબ અતૃપ્તિથી પીવા લાગી. રાજકુમારનું શરીર રોમાંચિત જણાતું હતું. તેને કંઠે સુભાગ્યવતી માળા લટકતી હતી. મારે સ્વહસ્તે પહેરાવેલી હોવાથી જાણે વરમાળા પહેરી, પરણી ઉઠ્યા હોય તેવા શોભતા હતા, હસતાં હસતાં પોતાના મિત્ર ખલાસીને કહ્યું.
“અલ્યાં ! તારક ! વારંવાર શું જોયા કરે છે ? આ માળામાંથી તને એક ટુકડો સરખો પણ મળવાનો નથી. જો તારે જોઈતી હોય તો આ જ રીતે ફરીથી એવી એક બીજી માંગી લે.” (૧) ૧. પતિ, ૨. પદ્મરાગ. (૨) ૧. કેડનો કંદોરો, ૨. તેના પિતાનું શહેર કાંચીનગર