________________
૨૮
તિલકમંજરી ગ્રંથને બાલી નાંખવાથી ધનપાળનું મન એકદમ ઉંચું થયું તે ધારામાંથી નીકળી સત્યપુર (સાચોર) માં રહેવા ગયો. ત્યાં મહાવીર સ્વામિનું મંદિર હતું. તે જોઈ તેને બહુ જ આનંદ થયો. ‘‘વેવ નિમ્મત—'' ઈત્યાદિ વિરોધાભાસાલંકૃત સ્તુતિ બનાવી ધનપાળ સાચોરમાં નિવૃત્તિમય દિવસો ગાળતો હતો. ગુરુ મહેન્દ્રસૂરિ પાસેથી જૈન શાસ્ત્રનો સારો બોધ મેળવ્યો હતો. તેથી શાસ્રાવલંબન
પૂર્વક અધ્યાત્માનુભવનો રસ લેતો હતો. આ વખતે તે સંપૂર્ણ જૈન થઈ ચુક્યો હતો. જૈન ગૃહસ્થવ્રતો પાળતો હતો. જિનપૂજા, સત્શાસ્ત્ર મનન, સંતોનો સત્સંગ, પરોપકાર, નિત્યનિયમ પાલન આ તેના દિનકૃત્યો હતા. સંપત્તિ હતી. કમાવાની ચિંતા નહોતી. આ વખતે તેની યુવાવસ્થાનો ઘણો ભાગ ગળી ગયો હતો. અર્થાત્ વૃદ્ધાવસ્થાભિમુખ હતો. એટલે નિવૃત્તિને વધારે ઈચ્છતો હતો.
શોધતા શોધતા ભોજના માણસો સાચોરમાં આવ્યા. ધનપાળને મળ્યા. માળવે આવવા ઘણું સમજાવ્યો. પણ કોઈ રીતે માન્ય ન કરતાં ઉદાસીનતાથી જવાબ આપ્યો.
“હું આવવાનો જ નથી. હાલ નિવૃત્તિ લેવા ઈચ્છું છું, અને તીર્થ સેવી છું.'
તેઓ વીલે મ્હોંએ પાછા આવ્યા. રાજાને હકીકત કહી. ફરીથી એક પત્ર લખી તેઓને મોકલ્યા.
સાચોરમાં જઈ તેઓએ પત્ર ધનપાળને આપ્યો. ધનપાળે પત્ર
વાંચ્યો.
‘‘સ્વસ્તિ શ્રી સાચોરનગરે, કવીન્દ્ર શ્રી ધનપાળ તરફથી આશીર્વાદ સહા ઈચ્છું છું. માળવરાજ ભોજના અભિનંદન અવધારશો.’