________________
ચતુર્થ પરિચ્છેદ ૧. દિવ્ય સંગીત
જેઓ નમ્યા તેમને ઉંચી પદવીએ ચડાવ્યા. જેઓ સામા થયા તેઓને પૂર્ણ શિક્ષા કરી. જેઓએ ભેટ મુકી, તેઓને ઈનામ આપી ખુશ કર્યા. ભિલોને જંગલમાં હરાવ્યા. ચાંચીયા લોકોને સમુદ્રની લડાઈમાં હરાવ્યા. બાહુશાળીને મલ્લ યુદ્ધમાં હરાવ્યા. ધન્વીઓને ધનુષ્યના ટંકારથી ગલિતગર્વ કરી દીધા.
આમ જય કરતાં કરતાં, સમુદ્ર મુસાફરીનો આનંદ લુંટતા લુંટતાં, સરખેસરખા અમે હાસ્ય વિનોદ, કાવ્યવિનોદ શાસ્ત્ર વિનોદ નવ્ય અવલોકન કે ગપાટા મારવામાં વખત ગાળતા. કોઈ વખતે સૃષ્ટિ સૌંદર્ય જોવામાં લીન થતા હતા. ઉગતો ને આથમતો સૂર્ય તથા ચંદ્ર જોવાની બહુ મજા પડતી.
| વિચિત્ર વિચિત્ર પ્રકારના જળજંતુઓ જોઈ અમે આશ્ચર્ય ચકીત થઈ જતા. કેટલાકના ચિત્રો ચિત્રિ લેવાનું ચુકતા નહી, એમ કરતાં અમે સુવેલ પર્વતની નજીક જઈ પહોંચ્યા.
ત્યાં પડાવ નાખ્યો, ને રામાયણ પ્રસિદ્ધ કેટલાંક સ્થળો અવલોક્યા. પાછળથી ચરોદ્વારા ખબર મેળવી કેટલાક ચુનંદા સૈનિકો લઈ પર્વતક નામના ભિલ્લ ઉપર છાપો માર્યો, ને તેને ધુળ ચાટતો કરી દીધો. તેની પાસેથી દંડ લઈ પાછા વળતા પહેલે જ દિવસે અત્રિભટ્ટ મારી હોડી ઉપર આવ્યા ને મને કહ્યું