SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર, આજથી નવું નવું સાંભળવાનું મન હટી ગયું. અંતરમાં આનંદની ઉમિયો ઉછળે છે. સાડા ત્રણ કરોડ રૂવા હસી ઉઢયાં જેઓએ રાજ્યનો ત્યાગ કર્યો, પ્રવજ્યા ગ્રહણ કરી ફળમૂળ સેજસાજ ખાઈ લીધા ને નિર્વાહ કરી લીધો, વનવાસનું ક્લેશ સહન કર્યું, કુટુંબીઓથી વિખુટા પડ્યા પક્ષીજાતિ સાથે રહ્યા, અને અહીં જંગલમાં પરમ ધ્યાનનિમગ્ન થઈ પોતાનો શુભકાળ વિતાવી રહ્યા છે. તેઓને ધન્ય છે. વળી તે દેવ દાનવ કે વિદ્યાધરાને પણ ધન્ય છે કે જેણે પોતાના વૈભવનો આવો સદુપયોગ કર્યો છે. ખરેખર આ મંદિર શરૂ કરતાં પહેલાં પ્રથમ તો ભગવાન પ્રજાપતિએ અસંખ્ય વિશ્વકર્માઓ મોકલ્યા હશે. પછી કુબેરને ત્યાં જઈ ભંડારો ખાલી કરાવી ધન લાવ્યા હશે. અને મેરૂ પર્વત ઉપાડી લાવ્યા હોસ એમ જણાય છે. શું આવું કામ એકલો વિશ્વકર્મા કરી શકે? શું આટલું બધું ધન એક માણસ પેદા કરી શકે ? આટલાં આટલા રત્નો, મણિઓ, અને સુવર્ણમય શિલાઓ મળે જ ક્યાંથી ? દેવતાઈ કારીગરો જ્યારે ટાંકણાથી મણિમય શિલાઓ ઘડતા હશે, તેના કાંકરા પાડીને આ લવણ સમુદ્રમાં પડ્યા હશે ત્યારથી જ એનું નામ રત્નાકર પડ્યું હોવું જોઈએ.” હું આવા વિચારમાં ગુંથાયો હતો તેવામાં અમારી વિજય યાત્રા હોડી કિલ્લાની દક્ષિણ બાજુની ભીંતે ભીંતે જઈ પહોંચી. અનુક્રમે નાવ સ્થિર રાખવામાં આવી ત્યારે પર્વતની શોભામાં લીન થયેલા તારકને મેં કહ્યું મિત્ર ! તારક ! આ અગમ્ય માર્ગ આપણે પસાર કર્યો
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy