________________
૩૦૬
આગળ ચાલનારા લોકો પાસેથી રાજ્યાભિષેકની વાત સાંભળી વધામણી ખાવા દોડેલી પ્રતિહારીઓ પાસેથી ‘દેવી ! વધામણી. ઉત્તરશ્રેણીનું રાજ્ય પ્રાપ્ત કરી દેવ હિરવાહન બારણે આવ્યા.' આવા શુભ સમાચારનો કોલાહલ સાંભળી એકાએક ગભરાયેલા, છાતી પરથી જરા ખસી ગયેલું. હરિચંદનના રસથી ભીંજવેલું કપડું પાછું સ્તનો પર રાખી ઉઠવાનો પ્રયત્ન કરતા, આમતેમ ચપળ નયનો ફેંકતા, કુસુમબાણની જાણે ધનુર્લતા, દેવી તિલકમંજરીને જોઈ મેં કહ્યું
દેવી ? બસ કરો, બસ. ઉતાવળા ન થાઓ. લાવણ્ય માત્રથી ઓળખાતા તમારા આ શરીરે જ હીનભાગીને દુર્લભ એવી તમારી મહેરબાની સ્પષ્ટ રીત્યા બતાવી છે. તો પછી ઉપચારની કંઈ જરૂર નથી. માફ કરો. પથારીમાં જ રહો.' એમ કહી પરિજને આપેલા મણિપીઠ પર બેઠો.
તેવામાં ગંધર્વક સાથે તું આવ્યો.