________________
૨૬૨
ને ક્રોધમાં તેને ખુબ ઠપકો દીધો. પાછળથી ખુબ પસ્તાવો થયો, એટલે ધીમી પડી તેને સમજાવવા લાગી. ગભરાઈ ગઈ હશે એમ ધારી તેના પર કમંડળ વતી પાણી છાંટ્યું. ઘણું બોલાવી, તોયે ઉત્તર ન આપ્યો એ હમણાં મારા દેખતાં ચૈતન્ય વિનાની થઈ ગઈ છે. આ અનિષ્ટ જોઈ ઉપાલ લેવામાં અસમર્થ હું પાપીણી રોઈ પડી, ને વિલાપ કરવા લાગી.''
આ બાઈની વાત સાંભળી શોક અને વિસ્મયને લીધે થોડીવાર હું સ્તબ્ધ થઈ ગયો. પછી એ કન્યાને સ્થિર નજરે બરોબર નિહાળી તેના શરીરની સૂક્ષ્મ ચેષ્ટા તરફ વારંવાર ધ્યાન આપ્યું. પછી પેલી બાઈને કહ્યું “અર્થે શોક ન કર, આના શરીરે ઝહેર ચડ્યું છે. હજુ સુધી સચેતન છે, એટલે જીવાડી શકાશે. પરંતુ તુરત અસર કરનારી ઔષધિઓવાળા સ્થળે આને હાલને હાલ લઈ જવી જોઈએ.’’
આટલું કહી જરા મનમાં હસ્યો, ને વિચાર કરવા લાગ્યો, ‘અહા ! શી વિધિની વિચિત્રતા! મારી ધારણા હતી કે, ‘આનંદરસમાં મગ્ન મલયસુંદરીને આજે એમને ઘેર મળીશ' તે પોતાની સખીઓ સાતે રાજવૈભવમાં કેવી ગમ્મત ઉડાવતી હશે?, ચિંતવતાની સાથે જ તે મહાનુભાવોને ભયંકર અરણ્યમાં ભોંય ૫૨ નિર્જીવ પેઠે પડેલી જોઉં છું. ભલા ! હું જો આ રસ્તે ન આવ્યો હોત, તો આને આ અવસ્થામાં કઈ રીતે જોઈ શકત ? સુભાગ્યે બધું સારું થઈ ગયું, મારી ધારણા છે કે આ જીવી
શકશે.’’
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી પાસેના તળાવમાંથી તાજાં કમળના પાંદડા, મૃણાલના દાંડા અને ચંદનની કૂંપળો લાવી