SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આવી ગયું, તેને સહેજ ભય લાગ્યો, પાસે આવી, વાંસા પર હાથ મૂકી મૂખ પિતાના મૂખ તરફ લઈ જઈ શાંત અવાજે બોલી– બાપૂ ! ઓ બાપૂ !! આજ આમ કેમ ?” જવાબ ન મળ્યો. ફેર પૂછવા પ્રયત્ન કર્યો બોલોને, શરીર અસ્વસ્થ છે ? માથુ દુ:ખે છે ? આજ કેમ મારી સાથે બોલતા નથી ?' બાળાના શબ્દોમાં સ્નેહાર્દ ભક્તિનું પૂરજોસ હતું, તેનું હૃદય ચીમળાઈ જતું હતું. મૂખપર ગ્લાની પથરાઈ ગઈ હતી. સહૃદય કવિ કેટલુંક સહન કરી શકે ? છેવટે ધનપાળને બોલવું પડ્યું. “કંઈ નહિ, બહેન ! જા, જમી લે. મને આજે ઠીક નથી.” શું થયું છે ? કહો, મને નહિ કહો ? હું કારણ જાણ્યા વિના જમવાની જ નથી.” “તું હઠ ન કર. જા જમી લે. તારે બાળકને જાણવાની કંઈ જરૂર નથી.” ના, કહો તે સિવાય અહીંથી ઉઠવું છે કોને ?” ધનપાળે ન છૂટકે હકીકત કહી. “હશે જે થયું તે થયું. પણ તમે ઉઠો અને સ્નાન કરી ભોજન લ્યો. કથા મને યાદ છે. કારણ-જ્યારે આપ લખતા હતા ત્યારે વખતે વખતે હું આવતી હતી અને તે વાંચતી હતી. જે મને યાદ છે. તે હું લખાવી આપીશ.” ધનપાળ પુત્રીને ભેટી પડ્યો. ઘણો જ ખુશી થયો. સ્નાન કરી જમ્યો. પુત્રીના મુખથી બધી કથા સાંભળી પુસ્તક પર લખી. ત્રણેક
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy