SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ વિચિ−“અરે પણ શું બોલ્યા ? બોલને દીકરી !'' મલ૦–“મેં બરોબર હોતું સાંભળ્યું.'' વિચિ−પાસે બેઠી હતી ને ન સાંભળ્યું ?'' મલ−‘તે વખતે મારું ધ્યાન બરોબર ન હોતું. મારું ચિત્ત વ્યગ્ર હતું.' વીર્યo–“મહારાજ ! શું કરીએ ? આવી જ રીતે તે વખતે પણ આનું ચિત્ત વ્યગ્ર થયું હશે.'’ વિચિ−‘આર્ય ! તમે સમજી શકો છો ? કે તે જ્ઞાનીએ શું કહ્યું હોવું જોઈએ ?’’ વીર્ય−એ જાણવામાં શું છે ? જ્યારે તારી આ પુત્રીનું લગ્ન થશે ત્યારે બધા કુટુંબીયો મળશે.'' વિચિ—એમ કે મલયા ?'' વીર્ય–“મહારાજ ! બિચારી શરમની મારી બોલી શકતી નથી ને આપ વારંવાર એની એ વાત પુછો છો. હજાર વાર કહેશો તોયે એ બાબત પોતાને મોઢે નહીં જ બોલવાની.’ વિચિત−પ્રધાનજી ! તો પણ મારે પુછવું છે. મલયસુંદરી ! કેમ સાચી વાત નહીં કહે ?'' મલ૦–‘પ્રધાનજીએ બધી વાત સાચે સાચી જ કહી દીધી ને ?'' વિચિ−પણ વિવાહ વખતે કુટુંબીઓને ખબર કેમ પડશે ?’' આ સંબંધમાં તારી માએ કેમ જ્ઞાનીને ન પૂછ્યું ?'' મલ−‘“બધુએ પુછ્યું હતું. તેઓએ જવાબમાં–
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy