SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ યોગ્ય છો, 'પાત્ર છો, તે હું સારી રીતે જાણું છું. અને તેથી જ વિનવું છું કે– સવિલાસગમનથી રણરણ વાજતાં મંજીરવાળી ! સલીલ ઉછળતા ૪પયોધરકળશવાળી ! મદવશ થઈ આડી અવળી ચેષ્ટાવાળી ! વારંવાર ચાલતાં, વારંવાર ઉભી રહેતાં, વારંવાર મુંઝાતાં, વારંવાર વિભ્રમો વિસ્તારતાં તેં જ સ્વામીની ! મારા રાજાને આ દશાએ પહોંચાડ્યો છે. અસ્વસ્થ થયેલા તેને બીજે સુરક્ષિત સ્થાને લઈ જવાનું ધારતો હતો તેવામાં તો અકાળે ખળભળી ઉઠેલા અતિ ભયંકર ૬ઉચ્ચાપ આ મીનધ્વજે ઉલટો વધારે ગભરાવી નાંખ્યો છે. ઉત્કલિકાઓથી ખળભળી ઉઠેલા આને આશ્વાસન આપવા તું એકલી જ સમર્થ છો, શા માટે ઉદાસીનતા રાખે છે ? અસહ્ય મારના ઉપદ્રવથી આ રાજકુમારને બચાવી લે, હવે હું તો ગભરાઈ ગયો છું. હે વરગાત્રિ ! હવે તો તું જ શરણ છો, પરિત્રાણ છો, આશ્ર" છો, વિસામો છો, આલંબન છો. તારાથી જ ગતિમાન છે, તારાથી જ ચેષ્ટાવાન છે, તું ૧૦કર્ણધારીથી જ તે બોલી શકે છે. તું 'સ્નિગ્ધતારકા રાખે તો (૧) ૧. યોગ્ય, ૨. વાહન. (૨) ૧. પગનું ઘરેણું, ૨. હેડીને લગાડેલા મંજીરા જેવા વાગતા આભુષણો. (૩) ૧. સ્તન, ૨. પાણીથી ભરેલ ઘડાવાળી. (૪) ૧. હર્ષને લીધે, ૨. મારે તાબે ન રહી તેથી. (૫) ૧. વિલાસ, ૨. ભરવું. (૬) ૧. ચડાવેલા ધનુષવાળો, ૨. ઉછળતા પાણીવાળો. (૭) ૧. કામ, ૨. સમુદ્ર. (૮) ૧. ઉત્કંઠા, ૨. તરંગો. (૯) ૧. કામ, ૨. મરણ. (૧૦) ૧. સાંભળતો, ૨. ખલાસી સહિત (૧૧) ૧. સાથે રહેલી હોડકી, ૨. આંખની કીકી.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy