SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ જ તે જીવી શકે તેમ છે. તે અનુકૂળ તો નશીબ પણ અનુકૂળ, તારી મહેરબાની હોય તો જ દેવતાઓની પણ મહેરબાની, તું અનુકૂળ ગ્રહ કરે તો ગ્રહોની પણ અનુકૂળતા. | ઓ માનિનિ ! મહેરબાની કર, બ્રમ જવા દે, તારા પોતાના સ્વાર્થનો તો વિચાર કર, સ્થાન સ્થિર કરીને જરા પણ હલનચલન ન કર. ઠીક કદાચ અહીં જ રહે, પણ પ્રકૃતિથી ચપળ અપરમાન્ત રંગાલિઓ તને ચપળ ન બનાવી દે, ને આકાશમાં ન ઉછળી જા, સાગરમાં ન ડુબી જા, પાતાળમાં પેસી ન જા, આડી અવળી દિશામાં ચડી ન જા. આ સ્થાનેથી ભ્રષ્ટ થઈ શો ફાયદો કાઢીશ ? માત્ર આ મહાત્માને પઉદ્વેગ આવર્તમાં પાડીશ. ને જાતે જ કંદર્પથી પીડાઈને હલકી પડીશ. દ્રારૂઢ, “મધ્યરથ, અધિષ્ઠાતા, અને ત્રાતા, આવા પુરૂષને છોડી દઈશ તો તારા પરિજનને પણ શોકસાગરમાં ડુબાડીશ. તું. દુનિયામાં હલકી પડીશ, કઠોર હૃદયની ગણાઈશ, પોતાનું હલકું કુળ ને મુર્ખતા જ દુનિયામાં સાબિત કરીશ. મોટા ને "વૃદ્ધ વાયરાઓથી પ્રેરિત થઈ અનિચ્છાએ પણ જરા ૧૨જર્જરિત દાંતવાળા કોઈ (૧) ૧. અહંકારવાળી, ૨. માપયુક્ત રચનાવાળી. (૨) ૧. ભૂલ, ૨. ભમવું. (૩) ફરજ. (૪) ૧. અંતરંગ આલિ-પ્રિયસખી, ૨. તરંગોની હાર. (૫) ૧. ઉગરૂપી આવર્ત, ૨. વેગવાળી ભમરીયો. (૬) ૧. પાણીનો જોસ, ૨. કામદેવ. (૭) ૧. ખૂબ ચાહનાર, ૨. દૂરથી બેસીને આપેલ. (૮) ૧. મધ્યસ્થ સ્વભાવનો, ૨. વચ્ચે બેઠેલો. (૯) ૧. નાયક, ૨. માલિક. (૧૦) ૧. કષ્ટ સમયે રક્ષણ કરનાર. (૧૧) ૧. મોટા વડીલો, ૨. મહાવાયરાઓ. (૧૨) ૧. વૃદ્ધાવસ્થાને લીધે જેના દાંત પડી ગયા હોય તેવો, ૨. ઘણા વખતના ઘસારાને લીધે બહાર દેખાતા પહાડના ખરાબા.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy