________________
૫. આતિથ્ય
ત્યાં જઈ ઘણા દિવસના મળવાને ઉત્સુક રાણી પત્રલેખા પાસે મલયસુંદરીને મૂકી આવી.
“પંથ કરવાથી બહુ જ થાકી ગઈ છું, ચાલો અગાશીમાં, શિશિરોપચારની જરૂર છે.' એમ કહી મને જોવાની આશાએ બે ચાર આપ્તસખીઓ સાથે મહેલ ઉપર અગાશીએ ચડી. ઉપર આવી એક સખીએ ઉત્તર દિશાની ચંદ્રકાન્ત પત્થરની બારી ખોલી નાંખી, તેની બાજુમાં કોઈ ચિત્તજ્ઞાએ કમળની પથારી કરી રાખી હતી, તે પર જઈ સૂતી. નાગપત્નીની પેઠે ચંદનાંગરાગિણી થઈ ઉન્હાનાના છેલ્લા દિવસોની પેઠે દશાશાન્તમાંથી ટપકતા પાણીવાળું વસ્ત્ર ઓઢ્યું. પોપટની પાંખ જેવા પાણી ભર્યા શેવાળના પ્રવાળોના કર્ણપૂર પહેર્યા, ઝાંઝરને ઠેકાણે કમળની કળીઓની માળા પહેરી. જઘન મંડળપર કુવલયની માળાનો કંદોરો પહેર્યો. કાનની આજુબાજુ કુમુદિનીના કંદનું દત્તપત્ર પહેર્યું. ગળે, હાથ, કાંડે અને બીજા કેટલાંક શરીરના અવયવો પરથી હાર, બાજુબંધ, કડાં વગેરે આભૂષણ કઢાવી નાખ્યા, ને મૃણાલના તે તે આભૂષણો પહેર્યા, જાણે સાક્ષાત્ ક્ષીરસાગરની દેવી !!
પીડા વિના દીર્ઘનિશ્વાસ મૂકતી હતી, વેદના વિના મુખ સંકોચતી હતી, તાપ વિના પગતળીએ મણિદર્પણો મુકાવતી હતી. પવન સ્પર્શ બહુ ઈચ્છતી નહીં છતાં કેળના પાતરાંનો પંખો
૧. શરીરે ચંદન ચોપડાવ્યું. ૨. દશ દિશાઓમાં વરસાદથી નીતરતું પાણી, લુગડાંની દશીઓના
છેડામાંથી નીતરતું પાણી.