SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ને તેવું અક્ષત તમારું શરીર માનું છું–અરે ! આ નજરે જોઉં ! જોકે મને અભાગણીને છોડી અપ્સરાઓ સાથે રમવા ગયા છો, તો પણ એક વખત સ્વર્ગમાંથી આવી તમારા પૂર્વના શરીરે જ દર્શન આપી કૃતાર્થ કરો. તમારું મુખકમળ જોયા વિના મને મોઈને મરવાનુંયે મન થતું નથી ! શું કરું ? ' અરે ! નિર્દય ! હું જાણું છું. તમને તો કીર્તિ જ હાલી છે. હું કે બીજું કોઈ ક્યાં વ્હાલું છે ? તમે સ્વાર્થી છો એ હું ક્યાં નથી જાણતી ? તો પણ અંધકારમય આ પ્રેમનું ઝોડ વળગ્યું છે. ' અરે ! રે ! હું મોઈ કેવી ? હાથમાં આવ્યા હતા ને જવા દીધા. ને હવે આમ વિલાપ કરૂં ? ખરેખર તમે જ ભાગ્યશાળી છો, કે જેણે સિંહલ રાજવંશને ઉન્નતિએ પહોંચાડ્યો હતો. ખરેખર તમે જ નિષ્કલંક યશસ્વી છો. સકળ રાજકુમારીમાં તમારું જ નામ ગ્રાહ્ય છે. મરણ પણ તમારું જ ગ્લાધ્ય છે. હજારો શત્રુઓનો સંહાર કરીને સ્વર્ગ સીધાવ્યા છો. મારું વિપ્રિય થવા બેઠું છે, તોપણ આવા આવા ગુણોથી તમે મને બહુજ વ્હાલા છો ! બંધુસુંદરીએ કહ્યા છતાં તમે મારો અપહાર ન કર્યો, તે હવે હૃદયમાં સાલે છે, અને જુદા પડતી વખતે એક પણ શબ્દ બોલ્યા વિના છાવણીમાં ચાલ્યા ગયા તે તે સૌથી વધારે હૃદયમાં સાલે છે. અરે રે ! તે વખતે જરાએ તમે મને ના બોલાવી !!!” શોકનો વેગ ઓછો થયો, “બસ ! હવે પ્રિયની હેડીના સંપર્કથી સૌભાગ્યશાળી આ સમુદ્રમાં પડીને આ ભયંકર શોકમાંથી મુક્ત થાઉં.” એમ વિચાર કરી સાળના છેડાવતી આંસુ લોહી
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy