SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ઝળાંઝળાં થઈ રહેલી અયોધ્યા નગરીમાં પધારશે, બહાર બગીચામાં ઉતર્યા હશે, ત્યાં પરોણાગત કરવા હું દોડી જઈશ, અહો ! આમની સાથે પહેલાંનો થોડો પરિચય છે' એમ ધારી અમારી સાથે ઓળખાણ રાખશે, પાસે જતાં મૂખ છુપાવી અવગણના કરશે નહીં, વાર્તાલાપમાં જવાબ આપી ભાગ્યશાળી કરશે, ચાલ વાતચીત છોડી દઈ બીજે ધ્યાન નહીં આપે, તો તે વખતે પરિચય વધતાં અવસરે મારી બુદ્ધિ અનુસાર કંઈક પૂછીશ. હાલ તો પ્રથમ મેળાપ છે, વળી હું સ્વદેશ તરફ જવા ઉત્સુક છું, એટલે ફરીથી મેળાપ થાય એટલી જ માત્ર આશા રાખી બીજું કંઈપણ બોલવું ઉચિત ધારતો નથી.” મારા આ શબ્દો સાંભળી, જાણે પોતાના પ્રથમના ભોળા વર્તનથી શરમાતી હોય, ફરી દર્શનના પ્રશ્નથી ભય પામી હોય, તેમ એકદમ ઉભી થઈ. મંદિરના મંડપમાં થોડીવાર ફરીને કેટલીક સખીઓ સાથે ચતુરિકાએ બતાવેલ રસ્તે મઠને ઉપલે માળે ચડી, મારી સામે જોઈ માણિક્ય શિલાતંભોને પરિરંભ આપતી હતી, શૃંગારિક સુભાષિતો સંભળાય તેવી રીતે વાંચતી હતી, વિદ્યાધર પક્ષીઓ અને પશુઓના મિથુનો ભીંતો પર આળેખતી હતી, તાળી વગાડી ભ્રક્ષેપ કરી મયૂરોને નચાવતી હતી, કંઈક વાત વધારીને મારી શીતળ પલ્લવ શયાની ચતુરિકા વખાણ કરતી હતી, તે (શયા ઉપર) ઉપહાસ્ય કરતી હતી, ગવાક્ષોની બખોલોમાં કોપાવિષ્ટ પારેવીઓને મનાવતા છાગટા પારેવાઓને આંગળીના યંત્રથી મોતીના ઢેફાં વતી મારતી હતી, ચેટીઓના ગળામાંથી મણિમુક્તાના નાભિ સુધી લટકતા લાંબા હારો કઠીન અને મોટા સ્તનવાળી પૂતળીઓના ગળામાં બળાત્કાર પહેરાવતી હતી.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy