________________
૨૫
દરેકને તુચ્છ ગણતો ધર્મસભામાં આવ્યો અને બોલવા જ માંડ્યો
“બસ, આજથી વિદ્વાનોને મદ ગળી ગયો સમજો. આ તપોધન રૂપે સરસ્વતી તમારી સામે ખડી થયેલ છે.
હે ધારાધિપ ! આ તમારી સમક્ષ હાથ ઉંચો કરું છું, અને કહું છું-કે જગતમાં જે કોઈપણ મહાવાદી હોય તે આવી જાય અને મારી સાથે વાદ કરે. પણ મને ખાત્રી છે કે હું બોલવા ઉભો થયો એટલે જગતમાં કોઈપણ એમ નહીં કહે કે હું વાદી છું.
બૃહસ્પતિ બિચારો મૂર્ખ છે, ઈદ્રનું તો ગજું જ શું ? હું જ જગતમાં વાદીન્દ્ર છું. મહેશ્વર ! આ પૃથ્વી પર હું જ આચાર્ય, કવિ, વાદિ, પંડિત, જોષી, વૈદ્ય, મંત્રવાદી અને તંત્રવાદી છું. વધારે તો શું પણ સિદ્ધસારસ્વત પણ હું જ છું.”
વાદીએ આસન લીધું. તેનો વેષ અને દેખાવ જોઈ રાજાને વિચિત્રતા લાગી, જીજ્ઞાસાથી પૂછ્યું.
“આપનું ગામ ? નામ ?” “લાટ દેશમાં ભરૂચ ગામ. નામ સાક્ષાત ધર્મ” આપનું દર્શન ?” “દર્શન કૌલમતनिशङ्कं मदिरां पिबन्ति नृपलं खादन्ति ये निर्दयाश्चण्डालीमपि यान्ति निघृणतया ते हन्त कौला वयम् ॥
ગુરુ કોણ ?” “ગુરુ ?” હસીને “ગુરુ ક્ષેત્રપાળ.” “એટલે ?”