SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ વગેરે વર્ષઘર પર્વતો પર, હેમવત હરિવર્ષ વગેરે ક્ષેત્રોમાં, ક્ષેત્રોની મધ્યે આવેલા સોમવત વિદ્યુતપ્રભ વગેરે પર્વતો પર અને તે સિવાય બીજાં પણ પર્વતોના શિખર પર જઈ ત્યાં આવેલા શાશ્વત સિદ્ધાયતાનોમાં બિરાજમાન પ્રતિમાઓના દર્શન કર્યા. અને બીજી પણ અનેક શુભ કરણીઓ કરી વિદ્યાધર સંપત્તિ પ્રાપ્ત કર્યાનું પૂણ્ય અને સેંકડો ભવોમાં પણ પ્રાપ્ત ન કરી શકાય તેથી ચરમદેહ પ્રાપ્તિ ઉપાર્જન કરી. તે વખતે મારા ઉપદેશથી અયોધ્યાના રાજા મેઘવાહને શ્રી દેવીનું આરાધન કરી વર પ્રાપ્ત કર્યો હતો. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી તેને ત્યાં ચંદ્રાતપને ફરીથી જોવા આવ્યા હોય તેમ હરિવહન કુમારરૂપે અવતાર લીધો.” આ પ્રમાણે જવનલપ્રભની હકીકત કહી મહર્ષિએ મૌન ધારણ કર્યું. મલયસુંદરી વલ્કલનો છેડો ખેંચી શરમથી મુખ ઢાંકતી હતી તેને હર્ષ પામેલી તિલકમંજરીએ સુમાલીદેવની હકીકત પૂછવા વારંવાર આગ્રહ કર્યો. બીતાં બીતાં આગળ આવી પૂછવાનો પ્રયત્ન કરતી હતી તેવામાં મહર્ષીએ જ વાત શરૂ કરી. “કલ્યાણીનિ! કેમ બીવે છે? સાંભળ, તે તારી ભવાન્તરનો પ્રણયી મિત્રના ઉપદેશથી સાધન પ્રાપ્ત કરી શુભ પરિણામથી મરણ પામી યશકીર્તિ નામ કર્મ ઉપાર્જન કરી સિંહલપિના રાજા ચંદ્રકેતુને ત્યાં સમરકેતુ રૂપે જન્મ્યો છે.” બસ, એટલું કહી મુનિ એકદમ ઉભા થયા. દરેક લોકો પણ ઉભા થયા, અને સંવેગને લીધે સંસારની અસારતાનો વિચાર કરવા લાગ્યા, ને ઘણા કાળ સુધી ભોગવી શકાય તેવા દિવ્યપુખોને પણ અનિત્ય માની તે મેળવવાની અભિલાષાઓ શિથિલ કરવા લગ્યા. ૧. જે આ શરીર ધારણ કર્યું છે. તે છેલ્લામાં છેલ્લું છે. એટલે આ હરીવાહનના જ ભવમાં તેનો મોક્ષ થવાનો.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy