SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨ "वर्णयुक्ति दधानापि स्निग्धांजनमनोहराम् । नातिश्लेषघना श्लाघां कृतिर्लिपिरिवाश्रुते ॥ अश्रान्तगद्यसन्ताना श्रोतृणां निर्विदे कथा । નાતિ પદપ્રવુર વપૂપિ કથારસ છે' તાત્પર્ય એ છે કે, જનોના મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણનયુક્ત હોવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતત ગદ્યવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી તેમજ પ્રચુર પદ્યોવાળી ચંપૂકથા પણ રસ પોષી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપો, ક્રમથી સુબંધુ કવિની ‘વાસવદત્તા, બાણકવિની ‘કાદંબરી' અને ત્રિવિક્રમભટ્ટની “નલકથા' ઉપર થયેલા જણાય છે. પ્રથમનું શ્લેષકાઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય અને ત્રીજીનું પદ્યપ્રાચર્ય સુપ્રસિદ્ધ જ છે. સાહિત્યજ્ઞોની દૃષ્ટિમાં, આ કૃતિઓ, તેમની લોકપ્રિયતાને લીધે, કાંઈક હનગુણવાળી જણાયેલી હોવાથી ધનપાલે પોતાની કૃતિને એ ત્રણે માર્ગોથી દૂર રાખી. નવા જ માર્ગે દોરવી છે. આમાં નથી સઘન શ્લોકો કે નથી કઠિન પદો. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પદ્ય પણ નથી. સમગ્ર કથા સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થોડા થોડા અંતર પછી, પ્રસંગોચિત સ્થાને એકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પદ્યો પણ આવેલાં છે. ગદ્યની માફક તિલકમંજરીનાં પદ્યો પણ બહુ રમણીય અને પ્રૌઢ છે. ગ્રંથપીઠિકા કવિએ વિસ્તારરૂપે લખી છે. નાના-મોટા એકંદરે ૫૩ કાવ્યોમાં ઉપોદ્ધાત પૂર્ણ કરવામાં આવ્યો છે. સુંદર, સરલ અને ભાવપૂર્ણ શબ્દોવાળા એવા"स वः पातु जिनः कृत्स्रमीक्षते यः प्रतिक्षणम् । રૂરિનનૈરેનન્તોતું નત્રિયમ્ '
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy