________________
તૃતીય પરિચ્છેદ
૧. મત્તકોકિલોદ્યાનમાં કાવ્યવિનોદ
[પ્રિય વાચકો ! ચાલો. આજે સવારમાં જ રાજમહેલે પહોંચી જઈએ. કેમકે ઉનાળાની ઋતુ હોવાથી કુમારશ્રી હવા ખાવા મત્તકોકિલોદ્યાનમાં જવાના છે. બીજા પણ અનેક રાજકુમારો ત્યાં આવશે. રમત ગમ્મત ને વિનોદમાં બહુ મજા પડશે ! ચાલો, જલ્દી ચાલો. જુઓ, તેઓ બન્ને કુમારો ઉઠીને શયન ગૃહમાંથી બહાર આવ્યા છે.]
બહાર આવી કુમાર અને સમરકેતુએ સ્નાન કર્યું. ભોજન લઈ વસ્ત્રાભૂષણ પહેરવાના ઓરડામાં જઈ યોગ્ય પોષાક પહેરી લીધો, ને હાથી ઉપર બેસી બન્ને મત્તકોકિલોદ્યાનમાં પહોંચી
ગયા.
બગીચો સરયૂ નદીને કાંઠે કાંઠે આવેલો હતો. દરવાજામાં જઈ રાજકુમારો સાથે ફરતાં ફરતાં નદીકાંઠે ગયા, અને ત્યાં લાઈનસર વિચિત્ર વિચિત્ર રચનાવાળા અનેક લતામંડપો આવી રહ્યા છે. મંડપોમાં ઠંડક રાખવા નદી જલકણો વાયુના વેગનમાં ભરીને મોકલે છે.
કામદેવના મંદિરની બાજુએ એક અતિ શોભાયમાન છતાં કુમારના આજના આવવાથી વધારે શણગારેલો લતામંડપ (જળ મંડપ) હતો. તે મંડપ એક આંબાવાડીયા વચ્ચે હતો. કેળના