SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ “જુઓ, આ કેવું સુંદર છે ? અરે ! આતો જુઓ.” આ પ્રકારે સખીઓ તળાવ અને વનનું દશ્ય બતાવતી હતી, તેવામાં ઉભા ઉભા દેવીએ જ પૂછ્યું–અરે ! “આ કોનું છે ? જાણો છો ?'' “દેવી ! ખરી રીતે તો કંઈ સમજાતું નથી પણ અનુમાનથી એટલું તો જણાય છે, કે-જે માગી લાવવા આપે કાલે ગંધર્વકને સુવેલ પર્વત પર રહેલા પિતા પાસે મોકલ્યો છે. તે જ આ તેણે આણેલું હરિચંદનના લાકડાનું વિમાન છે. કેમકે તેને જતી વેળા બે વસ્ત્રો ઈનામમાં આપ્યાં હતાં તે આ રહ્યા તેવાને તેવા.” આ પ્રાકર કોશરક્ષિકા મુક્તાવલી નામની બાળીકા બોલી. દેવીએ તે બધુ ધ્યાનથી જોયું, ને શોકપૂર્વક બોલ્યા“મુક્તા ! બધું તારા કહેવા પ્રમાણે જ છે. પણ શું થયું હશે પેલા બિચારા ગંધર્વકનું ? એ કંઈ સૂજ પડે છે ?” એમ બોલતા બોલતા ચિત્રલેખાની પાસે આવી પહોંચ્યા. મારી સામે જોઈ રહ્યા, ને આશ્ચર્યથી ધીમે ધીમે પૂછ્યું–“સખી ! આ માન્ય બાઈ કોણ છે ? તારો એમની સાથે પરિચય ક્યાંથી ?” પ્રશ્ન સાથે જ તેની આંખમાંથી અશ્રુધારા ચાલી, સાળના છેડાથી મહીં લુછી નાખી તે 'ચિત્રલેખા) બોલી “દેવી ! હું અભાગણી શું કહું ? દેવને જ પૂછવું જોઈએ કારણ કે આ તમારા શરીર માત્રથી જ જુદી છતાં તમારેય આ પ્રશ્ન પૂછવાનો વારો આવ્યો, તે દુષ્ટ દૈવને લીધે જ, અને તેણે જ આ કષ્ટમય દશામાં તેને લાવી મુકી છે. ઠીક, સાંભળો રે આ છે અને તેની સાથે મારા પૂર્વ પરિચય થયો છે તે કહું છું “આ તો તમે જાણો જ છો કે–તમારે પોતાને ગંધર્વદત્તા
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy