________________
૧૦૭
એમ કહી છેડાથી મોઢું ઢાંકી ઉંચે સ્વરે રોવા લાગ્યો“હા ! સર્વ ગુણનિધિ ! હા ! પંડિત માન્ય ! હા ! જાબંધુ! હા ! સમસ્ત કળાકુશળ ! હા ! ઈક્ષ્વાકુ કુવર ! ઈંદ્ર સમાન ! બંધુ! હિરવાહન ! હું તને ક્યાં જોવાનો ?' એમ વિલાપ કરતો પાસે બેઠેલ કોઈ યોદ્ધાના ખોળામાં પડી ગયો. અને આ ક્ષણે બધાઓ એકી અવાજે રોઈ પડ્યાં. થોડી વાર પછી સમજાવીને સમરકેતુને છાવણી તરફ લઈ ચાલ્યા. અનુચરોએ બે હાથ પકડ્યા હતા, આંખમાં આંસુ ભરાયા હતા, રસ્તો જોઈ શકતો નહોતો, એમને એમ મહામૂશ્કેલીએ મૂકામે આવી પથારી પર પડ્યો. થોડીવાર બેસે, ઉઠે, સૂવે, ફરી ઉઠે, ક્રોધમાં આવી જઈ ઠપકો દેવા લાગે કે–
...
“ભાઈ ! તારા જન્મ સમયે સારા ગ્રહોની દૃષ્ટિનું પડવું નકામું થયું ! નિમિત્તિયાઓના શબ્દો જૂઠા પડ્યા ! ચક્રવર્તી યોગ્ય લક્ષણોનો પ્રભાવ નાશ પામ્યો ! રાજલક્ષ્મીનું બોલવું હવામાં ઉડી ગયું ! કરમ ફૂટ્યા મારા કમનસીબે જ તું આ હાથી જેવા કીડાથી કષ્ટ પામ્યો !''
આમને આમ વિલાપ કરતા રાત્રી પૂરી થઈ. અને તેજ ક્ષણે મરણનો નિશ્ચય કર્યો.