SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ પરિચ્છેદ ૧. ગંધર્વકનો ઉદ્ધાર તેવામાં હસતે નયને મુખ્ય પ્રતિહારી મંદુરાએ અંદર આવી પ્રણામ કર્યો, ને બોલી “દેવ ! હમણાં જ એક દક્ષિણ દિશા તરફથી આવેલો પોપટ બારણે રહ્યો છે. અને કહે છે કે “લોહિત્ય તટવાસી સૈન્યમાંથી આવેલો હું કુમારપરિવાહનને મળવા ઈચ્છું છું.” ' વિચાર કર્યો-“અરે હા, પેલો જ આ પોપટ, કે જેને કાલે જ પત્ર લઈ મારા સૈન્ય તરફ મોકલ્યો હતો.” “અરે મંદુર જા ! જા, જલ્દી એને મોકલ.” એમ કહ્યું એટલે તે ગઈ અને હાથ જોડીને નમ્રતાપૂર્વક બોલી– પધારો શકરાજ ! કુમાર હમણાં જ જમીને બેઠા છે.” કહેતાની સાથે જ તે જે થાંભલા પર બેઠો હતો ત્યાંથી ઉડ્યો. અને ત્રાંસમાં ઉડતો ઉડતો જાણે જાણીતો હોય તેમજ ભોજનગૃહમાં સીધો ચાલ્યો આવ્યો. દરેક વિદ્યાધર બાળાઓ જોઈ રહી. આવતાની સાથે જ એક પત્રનું પરબીડીયું મારા તરફ ફેંકીને ‘જય જય’ શબ્દ બોલ્યો. કોઈપણ ન કરી શકે એવું તેણે
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy