________________
દશમો પરિચ્છેદ
૧. આશ્વાસન
પેલો કાગળ વાંચી પ્રિયના જીવિતનો નિર્ણય કરી મરવાનો વિચાર છોડી દઈ બેશરમ હું ત્યારથી અહીં જ રહું છું. તે ગુણનિધિના દર્શનની ઈચ્છાએ બમણી તપશ્ચર્યા કરૂં છું. ચિત્તવૃત્તિનો નિરોધ કરૂં છું. ઇંદ્રિયોને વશ કરૂં છું. સવારમાં ઉઠી આ અદ્રષ્ટપાર સરોવરમાં સ્નાન કરી સંધ્યાના દેવતાને અર્ધાંજલિ આપું છું. પછી આ સિદ્ધાયતનમાં આવી મારે પોતાને હાથે અભિષેક (પખાણ-પ્રક્ષાલન) કરી શુદ્ધ ચિત્તે ભગવાન નાભિનંદનની કમળો વતી પૂજા કરૂં છું.
પૂજા, સેવા, ભાવ, ભક્તિ કર્યા પછી જગત્પતિ પ્રભુ સામે બેસી પ્રશાંતવૈર તપોવનની તાપસીઓએ શીખવેલા પ્રિય સમાગમ મંત્રનો જાપ કરૂં છું. વલ્કલ પહેરું છું, ચાંદ્રાયણાદિ તપના ઉપવાસ વિવિધ પ્રકારે કરૂં છું, તીર્થયાત્રા કરવા આવેલા થાક્યા પાક્યા, ને ભૂખ્યા અતિથીઓને શાક, ફળ, મૂળ વગેરેથી સત્કારું છું, અને કોઈ વખતે તેઓએ આપેલા વગડાઉ અન્નથી આજીવિકા ચલાવું છું.
રાત્રે ડિલ ભૂમિમાં (શુદ્ધ ભૂમિ) ઐસી પરમ વૈરાગ્યથી આખા જગતને દુઃખદાવાનળથી સળગતું જોતી હતી. કુટુંબીઓને મળવાનો આગ્રહ છોડી દેતી હતી, વિષયોભોગ ઉપર દ્વેષ કરતી