SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ પણ પેલા બન્ને આશકમાશુકને શોધી કાઢવા જોઈએ. અને બન્નેનો મેળાપ કરાવવો જોઈએ. કેમકે એ બિચારા વિયોગ દુ:ખથી જુરી મરશે. “આવી ચિંતા આપના હૃદયમાં થઈ રહી છે. તે શાંત પામે.’’ કમળગુપ્તનું બોલવું સાંભળી હરિવાહન સિવાય દરેક સભાસદો હસી પડ્યા. હરિવાહન-‘કમલગુપ્ત ! કેમ આ નકામું હાસ્ય ?'' એમ કહી કુમારે સમરકેતુ સામે જોયું ને કહ્યું “વ્હાલા મિત્ર ! આનંદ પ્રસંગે આપ કેમ શોકાતુર થયા છો ? તમારું મોં કેમ લેવાઈ ગયું છે ? જરાએ હસતા નથી. પ્રાચીન કવિઓની મધુર કવિતાઓ શું તમારા કર્ણને આનંદ નથી આપતી ? આમ લમણે હાથ દઈ કેમ બેસી રહ્યા છો? હું વ્યાખ્યાન કરતો હતો ત્યારે તમારા જીવનમાં બનેલ તેવો જ બનાવ તો યાદ નથી આવ્યો ને ? આ યુવાનની માફક તમે પણ કોઈ સુંદરીના કટાક્ષબાણથી વીંધાયા નથી ને ? કોઈ ચતુરાએ સંકેતસ્થાન બતાવી તમને ખુશી કર્યા છે કે શું ? તેણીને મળવાના પ્રયત્નમાં વિધિદોષથી કે કાંઈ પરવશપણાથી નિષ્ફળ નિવડ્યા જણાવો છો.'' કુમારે આદરભાવથી પૂછ્યું એટલે રૂમાલવતી આંખો ને મોં લુછી નાંખી થોડીવાર શાંતિ લઈ શોકાતુર ચહેરે સમરકેતુએ કહ્યું “કુમાર ! તમારી બુદ્ધિ વ્યાપક છે. એ હું જાણું છું પણ મારા મનમાં આશ્ચર્ય થાય છે કે બીજાના મનની ધારણા તમે -
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy