SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. આવી અપૂર્વ વિદ્વત્તાને બળે “શ્રીકુર્ચાલસરસ્વતી” એવું વિરૂદ પણ આપ્યું હતું. ધનપાળ કવિ હતો તેમજ વેદોપનિષદ્ સ્મૃતિ, ઈતિહાસ વગેરે શાસ્ત્રોનો પણ પ્રખર પંડિત હતો અને ચુસ્ત વેદાનુયાયિ બ્રાહ્મણ હતો. શ્રીમુંજનો રાજ્યકાળ ઈ.સ. ૯૭૫ થી ૧૦૨૨ સુધી હતો, એટલે વિક્રમ સવંત ૧૦૩૧ થી ૧૦૭૮ સુધી. એટલે સવંત ૧૧૧૦૧૮ના માહ સુદ ૩ ને રવિવારે શ્રી ભોજનો રાજ્યાભિષેક થયો. ૧૦૨૯માં માલવરાજે તૈલિષની રાજધાની મનખેડ પર ધાડ પાડેલી. તે વખતે ધનપાળે પોતાની બેન સુંદરી માટે પાઈઅલચ્છી નામમાળા બનાવી એવું કવિ સ્વયં લખે છે. મનખેડ પર ધાડ લઈ જનાર મહારાજ સિંધુરાજ હોવા જોઈએ. ભોજ આ સિંધુરાજનો પુત્ર હતો. પણ તે નાનો હોવાથી તેનો કાકો-સિંધુરાજનો અગ્રજ શ્રીમુંજ રાજ્ય કરતો હતો. એટલે મનખેડ પર ધાડ લઈ જનાર સિંધુરાજ એમ સાબિત થાય છે. તે વખતે ધનપાળે વિદ્યાભ્યાસ કરી તૈયાર થયો હશે, ને યુવાવસ્થામાં આવતો હશે. તેનો રાજ્યસભામાં પરિચય પાઈઅલચ્છી બનાવ્યા પછી બે વરસ પર ગાદી પર આવનાર મુંજરાજના સમયથી શરૂ થયો અને ભોજના વખતમાં પૂર્ણ કળાએ પહોંચ્યો. ભોજની બાલ્યાવસ્થામાં કવિ તેનો મિત્ર હતો. એટલે ધનપાળનો સત્તાસમય ૧૧મા સૈકાના પ્રથમ પાદથી લઈ ઠેઠ ચોથા પાદ સુધી જણાય છે. એટલે તે દીર્ધાયુ હતો અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી મરણ પામ્યો હોય એમ અનુમાન થાય છે. ભોજની રાજસભાનો ८. महेति बिरुदं तेस्तु 'श्रीकूर्चालसरस्वती'॥ प्र०म०प्र० १०. सांकास्यस्थानसंकाशा वयं वर्णेषु वर्णिताः चतुर्वेदविदः साङ्गपारायणभृतः सदा तत्पूर्वजानिह स्वीयान् पुत्रो भूत्वा प्रपातये ? ॥ प्रभा० महेन्द्र० प्रबन्धे ॥ ૧૧. તિલકમંજરીની પ્રસડાવના ૧૨. સંવત્ ૧૦૧૮ માં ભોજ ગાદીએ આવ્યો. (પ્રાણલાલ ટી. મુનશી) १3. विक्कमकालस्स गए अउणर्त्तसुत्तरे सहस्सम्मि मालवनरिंदधाडीए लूडिए मन्नखेडम्मि ॥
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy