SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ હતો) છતાં તેમાં અનેક પ્રકારના વામન, કિરાત વગેરેના ચરિતો નજરે પડતા હતા. તેની ઉંચી અટારીઓ સુવર્ણ કળશોથી જાણે વજાગ્નિથી શોભતા હિમાલયના શીખરો. તેની આજુબાજુએ સાત માળના અનેક બીજી રાજકુમારીઓના મહેલો આવી રહેલા હતા. તેમાં એક પણ પુરૂષ જણાતો નહીં. તેથી જાણે જીતીને આખો કામરૂપ દેશ જ આણે રાખેલો હોયની. એ મહેલ તિલકમંજરીનો જ હતી. જરા અંદર ગયો, તેવામાં તત્કાલોચિત કાર્યમાં વ્યગ્ર થયેલી સ્ત્રીઓના બીજી આમતેમ ફરતી અંતઃપુરની સ્ત્રીઓને વિસર્જન કરવાના હુકમો સંભળાયા “અલી વરૂણિકા ! આ બાજુની નાટકશાળામાં નટોનો કોલાહલ બંધ કરાવ.” ઓ ! કોકિલા ! કિનર રાજકુળમાંથી આવેલા ચારણોના સૂરના સંદેહનો હવે જલ્દી નિકાલ કરી નાખ.” વિહંગિકા ! વાહનોની અશક્તિને લીધે દ્રવ્યથી ખાલી થઈ ગયેલા કુબેરનગરીના યાચકોને ધન આપીને વિદાય કર.” મંદારિકા ! ગંધર્વરાજના રંગમંડપની નટીને પટ્ટો (ચંદ) આપી દે.” “સુંદરી ! કઠણ કપૂરના લાકડાના બનાવેલા વહાણો બંદોદકની નદીઓમાં વહાવી દે.” પત્રલતિકા ! પુરૂષના રૂપ વિનાની છબીઓ દેવીની ચિત્રવલ્લલિકાની ભીંતે ટાંગી દે” દ્રમિડિ ! ક્રિડા પર્વતની ગુફામાં રહેતા પેલા આપણા
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy