________________
ર૩૪ આ સાંભળી ગભરાટમાં દ્રવિડરાજ તનયાએ પૂછ્યું“અલી ! જાણે છે તું એના શરીરે અસુખનું કારણ ? કાલે જ મારી પાસેથી ગઈ ત્યારે તો આયુષ્યમતીને કાંઈયે નહોતું.”
ચતુરિકા –“બા ! હુંયે બરાબર નથી જાણતી. તો પણ દીઠું-સાંભળ્યું તે હું કહું-“કાલે સરોવર કિનારાના વનમાં હું ગઈ હતી. થોડા ફુલ વીણી દેવાર્ચા કરી તમારે માટે ફળ મૂળ લઈને આવવા નીકળી હતી તેવામાં તમારી પાસેથી ઉઠેલા તિલકમંજરી પરિવાર સહિત હાથણી પર બેસી તે ત્યાં આવ્યા. સુંવાળી રેતીવાળા પ્રદેશ પાસે આવીને વાહનથી ઉતર્યા. ને દરેક સખીઓ રમવા લાગી. કોઈએ હરિચંદન વૃક્ષની ડાળે હીંચકા બાંધ્યા. કોઈએ ઝાડની છાલોમાંથી કાઢીને કપૂરનું ચુર્ણ (પાઉડર) શરીરે લગાડ્યું. કોઈએ કાનનું આભૂષણ બનાવવા લવીંગના પાંદડા તોડ્યા. કેટલીક કિનારા પરની છીપોમાંથી મોતી કાઢીને જુગટુ રમવા બેઠી. અને તિલકમંજરી ધીમી ચાલે, ધીમે ધીમે પગલે કોમળ કરવડે દિવ્ય લતાઓના પુષ્પો ઉમળકાથી ચૂંટવા લાગી. પુષ્પ વીણતી વીણતી આમ તેમ ફરતી હતી, ફરતાં ફરતા એક એલચીનાં માંડવામાં ગઈ. અંદર પેઠી તેવામાં એકાએક વજથી અંજનશલ તુટ્યો કે શું ? પલય કાળના મેઘની ગર્જના જેવી ગર્જના કરતો એક મોટો હાથી આકાશમાંથી સરોવરમાં પડ્યો. પડતાની સાથે સરોવરમાંથી પાણી ઉછળ્યું ને કિનારા પરના બધા વૃક્ષો નાહી રહ્યાં. ચારે તરફ અરણ્યમાં ભય વ્યાપી ગયો. ભયભીત થયેલી સઘળી યુવતીઓ કોઈ ઝાડતળે, કોઈ લતાની ઘટામાં કોઈ પર્વતની ગુફામાં ઝટપટ છુપાઈ ગઈ.
થોડી વારે ભય ઓછો થયો, પક્ષીઓ ઉડીને પોતપોતાના માળા ભેગા થઈ ગયા, ત્યારે દેવી તિલકમંજરી પેલા લતામંડપ