________________
૧૮) નાંખ્યો. “અરે ! આંબા ! તને હજુ કોર આવ્યો નહીં.” “અરે ! બોરસળી વૃક્ષ ! હું શું કરું ? તને મધના કોગળાથી હું ભીંજવી નહીં શકું !” “બાપુ અતિ મુક્ત ! તું તરૂણ થઈ તોય હજું મેં તારો વિવાહ કર્યો નહીં” એમ કહી રોઈ પડી. જેમ જેમ બગીચાની બનાવટી નદીયો ને કિનારે કિનારે ચાલતી હતી તેમ તેમ નુપૂરના ઝાંકારથી હંસના જોડકાંઓ પાછળ પાછળ દોડ્યા આવતા હતા, તેઓને જોઈ મારૂં ચિત્ત વલોવાઈ જતું હતું. “રક્તાશોક ! કોઈ વખત તો યાદ કરજે,” “બેન કમળ દીધિંકા ઉનાળામાં સ્નાન સમયે કઠણ હૈયાની મેં તને બહુ હેરાન કરી છે.” “ભાઈ મોર ! હાથમાં નાચવા કરવાની તારી ગમ્મત આજથી બંધ થશે, અરેરે.” “કલહંસ ! તારા દિવસો ગમ્મત વિના કેમ જશે ?” “ઓ ભાઈ ચક્રવાક ! અલી ચક્રવાકી ! મારા વિયોગે શોક કરશો મા હો.” “બાપુ! મારા બાળુડા પોપટ ! પેલા મેં શીખવ્યા તે સુભાષિતો ભૂલીશ મા હોં.” આમને આમ આમતેમ ફરતાં સાંજ પડવા આવી, એટલે મકાનમાં આવી. પહેરી ઓઢી રમવા આવેલી સાહેલીઓએ આગ્રહ કર્યો એટલે થોડીવાર ગાણા ગાયાં, ને નૃત્ય કર્યું. છેવટે એ કંટાળામાંથી મારી મેડીએ ચડી ગઈ.
બંધુસુંદરી સાથે ઓરડામાં જઈ વાતચીત કરતી બેઠી, થોડી વારે ગમગીન ચહેરે જરા સામે જોઈ મેં કહ્યું
“સખી ! તું હવે ઘેર જા. રખડવાથી થાકી ગઈ છું તેથી હું હવે ઉંઘીશ.”
અચાનક જવાનું કહ્યું તેથી અને મારી પ્રકૃતિમાં ફેરફાર જોઈ તે ચમકી, ને કંઈક વિચારમાં પડી ગઈ. છેવટે કંઈક