SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ લખ્યું હશે. તેથી જે બારણેથી હું નીકળું તે જ કદાચ કાકતાલીય ન્યાયથી લખેલું નીકળે તો ?” તેથી તેણે ઉપરના ભાગમાં બાંકું પડાવ્યું. નીસરણી મૂકી ઉપર ચડી બહાર નીકળ્યો. ધનપાળ આવ્યો. માટીના પીંડામાંથી ચીઠ્ઠી કાઢીને વાંચી. “રાજા ઉપર બાંકુ પડાવીને બહાર નીકળશે.” આ અક્ષરો જોઈ રાજા આશ્ચર્ય દિગમૂઢ થયો. એક વખતે સેતુબંધ રામેશ્વરની પ્રશસ્તિ ઉતરાવી તેમાં છ શ્લોક પંડિતોએ બરોબર વાંચ્યા. તેમાંના ધનપાળને બરોબર સંગત કરવા બે અને ત્રણ પદો આપવામાં આવ્યા. हरशिरशिरांसि यानि रेजुर्हरि हरि तानि लुठन्ति गृध्रपादैः । બીજાस्नाता तिष्ठति कुन्तलेश्वरसुता वाराङ्गराजस्वसुडूंतेनाद्य जिता निशा कमलया देवी प्रसाद्याद्य च । इत्यन्तपुरचारिवारवनिताविज्ञापनानन्तरं ધનપાળે નીચે પ્રમાણે પૂર્તિ કરીअयि खलु विषमः पुराकृतानां विलसति जन्तुषु कर्मणां विपाकः स्मृत्वा पूर्वसुरं विधाय बहुशो रूपाणि भूपोऽभजत् ॥२॥ કિર નામના કવિને આ સાંભળી પુષ્કળ હસવું આવ્યું. “અહો ! આ તો જૈનો કર્મવિપાક પ્રાધાન્ય માનનારા છે. તેની ધૂનમાં ઠીક જોડી નાંખ્યું.” ધનપાન-“જુઓ, બરોબર બેસાડતાં તે પ્રમાણે જ અક્ષરો નીકળે તો ?” કિર-“અને ન નીકળે તો ?' ધનપાળ-“આજથી કવિતા કરવાનું જ બંધ. પછી શું?”
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy