SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સમાચાર પુછવા ઈચ્છતી હોય તેમ દરેક ક્ષણે ઓઠ ફરકાવતી દક્ષિણ દિશા તરફ વારંવાર કેમ જોયા કરે છે ? અહીં તારું સગું વહાલું, મિત્ર કે અંતરનું કોઈ છે?” આ પ્રમાણે પૂછ્યું એટલે તેના પયોધર કંપ્યા, ગળું રૂંધાયું. નાસિકા સ્કૂરવા લાગી, પ્રયત્નથી અટકાવ્યા છતાં આંખમાં આંસુ ભરાયા, ને થોડીવારમાં તો ધાર ચાલી. તેની આ અવસ્થા જોઈ મારા મનમાં ખેદ થયો પૂર્વકર્મના આવી પડેલા સંકટો મહાત્માઓ પણ દૂર કરી શકતા નથી. આ બાઈ સંસારના ક્લેશો છોડી દઈ જંગલમાં એકલી રહે છે. ખરેખર અનેક યોજન દૂરથી મને અહીં લાવી ક્ષણવારમાં જ દેવે આને શોકમાં નાંખી દીધી.” તેને આશ્વાસન આપી વાવમાંથી પાણી લઈ આવ્યો. તેણે મોઢું ધોઈ, વલ્કલ વતી લુછી નાંખ્યું, સ્વસ્થ થઈ બોલી. “કુમાર ! મારા જેવી તાપસી ને તાપસ ધર્મ પાળતા પૂર્વાશ્રમની વાત કરવી એ લજ્જાસ્પદ છે. તમે મને પ્રશ્ન કર્યો છે, તેથી કહ્યા વિના ચાલતું નથી. પણ સુખી જીંદગીવાળા આપને મારી દુ:ખોથી નિરસ બનેલી કથા સાંભળવાથી કંઈ લાભ નથી. અને જો કુતુહળ હોય તો, સાંભળો. કહું છું. આ કથાવિનોદથી જ મારો આજનો દિવસ ભલે વ્યતિત થાય. તમે પણ રાજપુત્ર છો, મારે ઘેર પધાર્યા છો, તો એ જ આજનું આતિથ્ય” એમ કહી એકવાર ફરીથી અશુપાત કરી ધીમે ધીમે કહેવા લાગી.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy