________________
૩૦૯ “આપ જરા એકાંત કરવાની મહેરબાની કરશો. કેમકે વિદ્યાધરપતિ વિચિત્રવીર્યનો વહાલો પુત્ર કલ્યાણક કંઈક શુભ સમાચાર આપવા આવેલ છે. તે બારણે ઉભો છે.” આ વાત સાંભળી સમરકેતુ વગેરે પોતપોતાની મેળે ખસી ગયા, પછી પ્રતિહારી કલ્યાણકને માનભેર અંદર લાવી, તેણે પ્રણામ કરી કુમારની આગળ એક કાગળ મુકી સેવકે આપેલા આસન પર બેઠો એટલે કુમારે પત્ર વાંચવા માંડ્યો
સ્વસ્તિ, ત્રિકૂટાચળથી લી. રાજા વિચિત્રવીર્ય, સ્વર્ગ સાથે તુલના કરનાર ઉત્તરશ્રેણીનું રાજય પ્રાપ્ત કરનાર અશરણ શરણ, અસાધારણ ગુણધાર, મહારાજ પુત્ર શ્રીહરિવાહનને પૃથ્વીજય કરવાની આશિષ આપી પોતાના કુશળ સમાચારથી સુખી કરે
તમારા ભાઈ (મિત્ર) સમરકેતુ સાથે વત્સા મલયસુંદરીનો લગ્નમહોત્સવ ઘણા જ હર્ષથી આજે શરૂ કર્યો છે. ગઈકાલે જ વનમાંથી આયુષ્મતીને મારે ઘેર લાવ્યા છીએ, હજુ તેણે તાપસવો તો નથી. સગાં વહાલાં અને મિત્રોને આમંત્રણ આપ્યું છે. લગ્ન મુહૂર્ત નક્કી કર્યું છે. બીજી પણ મારી અલ્પ બુદ્ધિ અનુસાર જે જે તૈયારી કરવાની હતી તે બધી કરેલી છે. માટે ટુંકી બુદ્ધિવાળા કુટુંબીઓ મારા આ પ્રયત્નને ન હસે તેમ કરવા વિજ્ઞપ્તિ છે.”
પત્રનો તત્પર્યાર્થ સમજી લઈ, હરિવાહને કલ્યાણકને પૂછવું –
“સોમ્ય ! દૂર દેશમાંથી અહીં આવેલા સમરકેતુની આવ્યાની તાતને ક્યાંથી માલૂપ ? તેમજ બીજા અનેક પોતાના સ્વદેશી વિદ્યાધર કુમારોને છોડી માત્ર ભૂગોચર રાજકુમારને જમાઈ