________________
૩૦૨
સર્વકામિક નામના પ્રપાત શિખર પર ચડ્યા હતા. પછી શું થયું તે અમે જાણતા નથી.'' વાત કરતાં કરતાં આંખ મીંચી, જાણે આખા જગતનું દુ:ખ એકીસાથે તેના જ ઉપર આવી પડ્યું હોય તેમ એકદમ મૂર્છા ખાઈ પાસે બેઠેલા મલયસુંદરીના ખોળામાં ઢળી પડ્યા.
દાસીઓ અને સખીઓના આક્રંદે કાનમાં જઈ જાગૃત કર્યા. આકાર છુપાવી સ્વસ્થહૃદયા હોય તેમ ઉઠી પૂજા કરવા આયતનમાં જવા દરેકને હુકમ આપી દીધો.
પોતે પણ સ્નાન કર્યું. પુષ્પ, ધૂપ, વિલેપન, પટવાસ (અતર) વગેરેથી ભરેલી રકાબી (અથવા ખુમચો) લઈ ગભારામાં પ્રવેશ કર્યો. સુગંધી જળના કળશો વતી પોતાને હાથે ન્હવણ કર્યું અને અત્યન્ત ભક્તિથી પૂજા કરી પ્રણામ કરી હાથ જોડ્યા ને નીચે પ્રમાણે વારંવાર ભગવાન નાભિનંદનની સ્તુતિ કરી.
‘હે ! પ્રણતવત્સલ ! સકળ લોકાલોકગોચર જ્ઞાનપ્રકાશ! ભવ્ય લોકોના શોકને દૂર કરનાર ! દયા અને દમને બતાવનાર ઉત્તમ પ્રકારનો ધર્મમાર્ગ બતાવી દુર્ગતિના દુઃખોનું બારણું બંધ કરનાર ! પ્રભો ! કર્તવ્ય બુદ્ધિરહિત થયેલી, અનુરક્ત વડે તજાયેલી, વજ્ર કરતાં પણ અત્યન્ત કઠોર હૃદયવાળી, મૂર્ખ, દુઃસહ દુઃખોથી દબાયેલી મને જન્માન્તરમાં આપ જ શરણ છો.’’
એમ કહી આંખમાં આંસુ લાવી દરેકની રજા લીધી. રૂદનને લીધે આંખ ફૂલી ગઈ હતી. પોતપોતાનું કુટુંબ છોડીને મલયસુંદરી વગેરે સખીવર્ગ તેની સાથે સાથે ચાલ્યો. તેમજ બીજા પણ અનેક પ્રેમી બાહ્યપરિજન તેની પાછળ પાછળ ચાલ્યા. મરણના