Book Title: Tilakmanjari Katha Saransh
Author(s): Ravikantvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 384
________________ ૩૦૧ ચારે તરફ શોધતાં શોધતાં સાંજે પેલા મઠમાં આવ્યા. વિમાનમાંથી ઉતરી મઠમાં ગયા તો તેના આંગણામાં આખો દિવસ શોધ ચલાવી થાકેલા આપના માણસોનું ટોળું બેઠું હતું. દરેકના મુખ પર ઉદ્વિગ્નતા છવાઈ ગઈ હતી. દેવીએ જોઈ ઉભા થઈ શરમને લીધે મોં અને નજ૨ નીચે રાખી પ્રણામ કર્યા. દેવીએ પણ દૂર રહ્યા પરમદેવને નમસ્કાર કર્યા. પછી મલયસુંદરી સાથે ઉપલે માળે ગયા. ત્યાં જઈ ભોંયતળીએ પાથરેલી પાતળી જાજમ પર બેઠા. ખોળામાં પગ લઈ પરિચારિકા પગ ચાંપવા બેઠી. દાહજ્વરની ગરમી નહીં સહન કરી શકતા હોય એવું જણાવાથી હાથની સંજ્ઞાથી સખીઓએ પરિજનોને ગડબડ કરતાં વાર્યા. રાત્રીનું પ્રમાણ જાણવા વારંવાર ચંદ્ર સામું જોયાં કર્યું. રાતમાં આંસુ વરસાવે ત્યારે પાસેની વલ્કલની પથારીમાંથી ઉઠી ઉઠી દુ:ખી બિચારા મલયસુંદરી આશ્વાસન આપતા હતા. આપ વિષે કંઈકંઈ અસંબદ્ધ શંકાઓ લાવતા હતા. નયન કમળ આખી રાત મીંચાયા નહીં. કંઈ કંઈ ઉત્કંઠાઓ ગભરાવી નાંખતી હતી. છેવટે મહામુશ્કેલીએ રાત તો ગાળી. સવારમાં ઉઠી આવશ્યક વિધિથી પરવારી, આંગણામાં ઓટલા ૫૨ બેસી મળવા આવતા માણસોને પૂછતા હતા કે– “ગઈકાલની કુમારની હકીકત કોઈ જાણો છો ? કોઈ ?’’ તેવામાં ઉતરી ગયેલ ચહેરે સંદીપન નામના વિદ્યાધરે ધીમે ધીમે પાસે આવી વિનવ્યું–“દેવી ! ચિત્રમાયે મને શોધવા માટે કાલે મોકલ્યો હતો. ખૂબ શોધ ચલાવી. છેવટે ચંડાળો પાસેથી આટલા માત્ર સમાચાર મળ્યા છે-“કુમા૨ એકલા

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402