________________
૨૮૯ મારી સામે ચાલ્યો આવતો હતો તેને જોતાં જ તિલકમંજરીની સ્વસ્થતાનો નિર્ણય થતાં મને જરા નિરાંત વળી.
મારી આ જાહોજલાલી જોઈ તે એકદમ અંજાઈ ગયો, અને વિસ્મયમાં પડ્યો. મારી આંખમાં હર્ષનાં આંસુ આવ્યા, “આવ, આવ,’ કહી ને બોલાવ્યો એટલે એકદમ દોડી આવી તેણે નીચા વળી ભોંય પર મસ્તક લગાવી મને પ્રણામ કર્યો. વિદ્યાધર સભા આશ્ચર્યથી જોઈ રહી, તે તો મને પગ પર માથું ટેકવી ડુસકાં ભરતો ભરતો આંસુની ધારથી જાણે મારા ચરણ પખાળતો હોય તેમ ધીમે ધીમે ઘણી વખત સુધી રોયો.
મેં પ્રેમ અને દયાથી પીઠ પર હાથ ફેરવી કાંડુ ઝાલી ઉભો કર્યો, એટલે કપડાના છેડાથી મોં સાફ કરી સામે ભોંયતળીએ નીચું મોં રાખી બેઠો.
જયારે જરા શાંત થયો એટલે ગદ્ગદ્ થઈ મેં પૂછ્યું
“ભાઈ ગંધર્વક ! તને જોવાથી તેના જીવનનું અનુમાન થવા છતાં કંઈક વહેમ આવવાથી દેવી તિલકમંજરીના સમાચાર હું પૂછી શકતો નથી. તું જ તારી મેળે “જે બન્યું હોય, અને હાલ જે બનતું હોય તે કહે, જ્યાં એ હોય, જે કામ એ કરતા હોય, અને દિવસો ગાળતા હોય, તે બધું, અને તું અહીં શા માટે આવ્યો છે ? એ પણ કહે.”
નજર નીચે ઢાળી તેણે કહેવા માંડ્યું - “મહારાજ ! સાંભળો
તે દિવસે અદૃષ્ટપાર સરોવરેથી નીકળી આપે આપેલ પેલા બન્ને દિવ્ય આભૂષણો લઈ હું શહેરમાં ગયો. ત્યાં જઈ આપે