________________
૩. પૂર્વભવ (ચાલુ))
મુનિ વાત કહી ચુપ થયા. બહુમાન ઉત્પન્ન થવાથી દરેક દેવો મનુષ્યો, સિદ્ધો, વિદ્યાધરો પ્રેમપૂર્વક દેવી સામે જોવા લાગ્યા અને પૂછ્યું-“ભગવાન ! આ પુણ્યભાગાનો પૂર્વભવ સાંભળ્યો પણ પેલા જવલનપ્રભ દેવ દેવલોકમાંથી નીકળીને ક્યાં ગયા ? શું કર્યું ? શું અનુભવ્યું ? છેવટે એનું શું થયું?”
મહર્ષિ-“એ પણ દેવલોકમાંથી નીકળી પ્રથમ ભરતક્ષેત્રમાં આવ્યા શક્રાવતાર તીર્થને વંદન કરવા અયોધ્યામાં ઉતર્યા.
ત્યાંના મેઘવાહન રાજાને પ્રેમથી ચંદ્રાપ હાર આપીને નંદીશ્વર દ્વિપ તરફ ચાલ્યા ગયા. ત્યાં સુમાલી નામનો તેમજ પૂર્વભવનો તેનો પરમ મિત્ર ઈદ્રિયોને પરવશ થઈ ક્રિડામાં લુબ્ધ હતો, પ્રમાદ, નિદ્રા વગેરેને લીધે તેની તત્ત્વદર્શી આંતરચક્ષુઓ બંધ થઈ ગયા હતા. તેની પાસે જઈ જિનમતાનુસારિણી મીઠી વાણીથી તેને જીવાદિ નવતત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું, કર્મના બંધોદયની સ્થિતિ વર્ણવી બતાવી. વિષયભોગોની નિરસતા બરાબર ઠસાવી, ધર્મપ્રાપ્તિ વિના દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ- એ ચારે ગતિમાં કેવાં કેવાં દુઃખો ભોગવવા પડે છે, તેનો તાદેશ ચિતાર રજુ કર્યો. મનુષ્યપણું પ્રાપ્ત કરી સર્વગુણો પ્રાપ્ત કર્યા છતાં બોધિ (સમકિત) પ્રાપ્ત કરવું મહામુશ્કેલ છે, તે નક્કી કરી બતાવ્યું. આ અદષ્ટપાર સંસારસાગરમાં કદી પણ ન મળેલું મોક્ષરૂપી કલ્પવૃક્ષનું જ્ઞાનદર્શન ચારિત્રરૂપી બીજ વવડાવ્યું.
મિત્રોની ચિંતાથી છુટો થઈ, પોતાને માટે ફરીથી મનુષ્યલોકમાં ભરત ઐરવત મહાવિદેહ વગેરે સ્થળે જઈ ઉલ્લાસપૂર્વક એકસો સિત્તેર (૧૭૦) વિહરમાન જીનેશ્વરોને ભાવ ભક્તિથી કલ્પવાસી દેવના કલ્પ પ્રમાણે પૂજ્યા, સ્તવ્યા હિમવન