________________
૨૯૫
લક્ષ્મીએ હસીને કહ્યું-‘સખી ! હું તો જઈશ, ઘેરથી નીકળ્યા બહુ દિવસો થઈ ગયા છે તેથી હવે મને વધારે આગ્રહ કરીશ નહિ, જરા ધ્યાન આપીને અહીં રહ્યા રહ્યા જ મારે અહીં આવવાનું કારણ સાંભળી લે. આજ સવારમાં સૂર્યોદય વેળાએ ધાતકી ખંડમાંથી હું ચાલી આવતી હતી તેવામાં રત્નકૂટ પર્વત ઉપર તારી પ્રિય સખી પ્રિયંવદાને અને તેના પરિજનને ઉદ્વેગમાં જોઈ. તેણે તને સંદેશો કહેવડાવ્યો છે-“બહેન ! મારા ભાગ્યદોષથી ભગવાનનું પણ વચન અપ્રમાણ થયું, આટલો વખત થયાં અહીં રાહ જોતી બેઠી છું છતાં તમારા પતિના મિત્રનો મને હજુ સુધી મેળાપ થયો જ નહિ. મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે. ભવાન્તરમાં હોઉં તો પણ વ્હેન ! કોઈક દિવસે યાદ કરજે, અને મેં બંધાવેલા આ જિનમંદિરની રક્ષા કરજે.'’
આ શબ્દો સાંભળી આંખમાં આંસુ આવી ગયા, વસ્રાંચળથી મુખ સાફ કરી બોલી−‘સખી ! શબ્દો સાંભળ્યા. હજુ પ્રિયંવદા મારી પાસે પોતાના મંદિરની રક્ષા કરાવવા ઈચ્છે છે. પણ જાણતી નથી કે થોડા જ દિવસો પછી મારા મંદિરની રક્ષા કોણ કરશે ? હું કોને ભળાવું ? દેવો મારે આધિન હતા, એ વખત તો હવે ગયો છે.'' એટલું કહી નીચું જોઈ એક નિસાસો નાંખ્યો.
લક્ષ્મીને પણ દયા આવી અને બોલી-સખી ! શા માટે નકામો ખેદ કરે છે ? ઉદ્ધત ચોર જેવા યમરાજે પ્રેરેલી વિપત્તિઓ ક્યાં ક્યાં પોતાનું સ્થાન જમાવતી નથી ? હવે ખેદ જવા દે. તારો સંદેશો હું જ સંભાળી લઉં છું.'' એમ કહી મહોદર નામના પ્રતિહારીને આદરપૂર્વક હુકમ કર્યો- ‘મહોદર! પ્રિયંવદા અને પ્રિયંગુણસુંદરીના મંદિરોની રક્ષા બરાબર સાવધાન રહીને