________________
(૨. પૂર્વભવ)
સૌધર્મ દેવલોકમાં લીલાવતંસ નામના વિમાનમાં પરમ સમ્યગ્દષ્ટિ સામાનિક દેવ (ઈદ્ર જેવી સમૃદ્ધિવાળો) જ્વલનપ્રભ નામે ઈદ્રનો સન્યાધિપતિ હતો. તેણે અનેક અસુરોને જીતી ઘણો યશ પ્રાપ્ત કર્યો હતો. એમને અપ્સરાઓ સાથે વિલાસ કરતાં અનેક કોટિકલ્પો વીતી ગયા. કેટલીક નિશાનીઓથી દિવ્યાયુગની પૂર્ણતાનો નિશ્ચય કરી અવિરત સમ્યક દૃષ્ટિ દેવને બીજી કોઈ રીતે જન્માન્તરમા દુર્લભબોધિ લાભ મળતો નથી એવું જાણી ઉચ્ચ પ્રકારની વિવેક બુદ્ધિને લીધે વિમાનવાસ છોડી સબંધીઓને પોતાની કાવસ્થા જણાવ્યા વિના જ કેટલાક દેવ સાથે સ્વર્ગમાંથી નીકળી ગયો.
જતાંની સાથે જ તેની સ્ત્રી પ્રિયંગસુંદરી દેવી કદી વિયોગ સહન નહિ કરેલ હોવાથી એકદમ વિરહાકુલા સ્વર્ગનાં સુખો છોડીને શોકગ્રસ્ત ચહેરે કેટલાક દેવ સાથે પ્રિયના સમાચાર જાણવા જંબુદ્વિપમાં આવી. જવલનપ્રભ દેવનો મિત્ર સુમાલિ પણ પ્રિયવદા નામની પત્નીને સ્વર્ગમાં મૂકી નંદિશ્વર વગેરે દ્વિપોમાં વિહાર કરવા ગયો હતો, તે પણ પોતાના પતિના સમાચાર જાણવા જંબૂદ્વિપમાં આવી, બન્ને સખીઓ એકઠી મળી મહાવિદેહ ક્ષેત્રોમાં પુષ્કરાવતી વિજયનાં વિહરમાન સૂરાસૂરસેવિતચરણ સર્વજ્ઞ ભગવાન જયંતસ્વામી પાસે જઈ પૂછ્યું –
ભગવાન ! હું અને આ મારી સખી પતિના વિયોગને લીધે દેવલોક છોડી અહીં આવેલ છીએ. કહો, સ્વામી ! અમને