________________
૨૯૨ હાર જ શાસ્ત્ર પેઠે કંઠમાં કેમ ધાર્યો છે? આપ જણાવો, મને મોટું આશ્ચર્ય થાય છે. આવું તો મેં ક્યાંય જોયું નથી.” | મુનિ-“મહાત્મન્ ! આ જગતમાં પોતે કરેલા શુભાશુભ કર્મોદયને અનુસરીને સંસારચક્રમાં જેમ કુશળ કુંભારે ચાક પર ચડાવેલો માટીનો પીંડો ઘટ સ્થાસક વગેરે ભિન્ન પ્રકારના ભિન્ન રૂપો પામે છે તેમ અનેક જાતની અવસ્થાઓ આ જીવ પામે છે. જુઓ, દેવ પણ વખતે નારક થાય છે. તિર્યંચ મનુષ્ય બને છે, રાજા ચાકર બને છે. દાસ પણ રાજા બને છે. દુઃખી સુખ પામે છે, સુખી દુઃખ પામે છે. સબળ નિર્બળ થાય છે, દાની કૃપણની પેઠે એક કોડી પણ આપતો નથી, કૃપણ દાની બને છે. વેદવિદ્ બ્રાહ્મણ પણ નીચકુળમાં જન્મ લે છે. માતંગ પણ બ્રાહ્મણપણું પામીને સર્વત્ર પવન માફક જઈ આવી શકે છે. રૂપાળો કદરૂપો બને છે, કદરૂપો છતાં તેજોમય કાયાવાળો બને છે. વળી, શબ્દની પેઠે સંસ્કૃત હોય છતાં પ્રાકૃતરૂપ પામે છે. પુલિંગવાળો છતાં નપુસક જેવો વ્યવહાર કરે છે. સ્ત્રીલિંગ છતાં પરાર્થે (પરોપકારમાં) પુરૂષપણું મેળવે છે.
તેથી સામાન્યતઃ અનિત્ય અને પરિવર્તિત સ્વભાવવાળા પદાર્થોના પરિવર્તનમાં કૂતુહલ જેવું કંઈ જ નથી, એમને એમ પ્રતિક્ષણે ચાલ્યા જ કરે છે. ઠીક, હવે એ વાત જવા દો, તમારા પ્રશ્નના જવાબ ઉપર આવીએ.