________________
૨૯૪
અમારા નાથ ક્યારે મળશે ? અને મનુષ્યલોકમાં અવતર્યા પછી ધર્મપ્રાપ્તિ ક્યારે થશે ?’'
અકર્મક ભગવાન બોલ્યા-‘કલ્યાણભાગિની ! આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં એક, અને રત્નકૂટ નામે બે પર્વતો છે. ત્યાં તમારા પ્રિયના મેળાપ તમને બન્નેને ક્રમવાર થશે. એટલે તમને એકશૂંગે અને પ્રિયંવદાને રત્નકૂટ પર્વતે મેળાપ થશે. અને ધર્મ પ્રાપ્તિ તો દિવ્યહાર અને વીંટી જોવાથી જાતિ સ્મરણ જ્ઞાન થતાં થશે.''
આ વાત સાંભળી પ્રિયંગુસુંદરી વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશાએ એકશૃંગ પર્વત પર આવી. ત્યાં મનોરમ નામનો મોટો દિવ્ય શક્તિથી બાગ કરી તેમાં એક જીનમંદિર કરાવ્યું અને ત્યાં માત્ર હાથમાં મંગળ નિમિત્તે રત્નવલય જ પહેરી રાખી પતિની રાહ જોતી રહેવા લાગી. પ્રિયંવદા પણ લવણ સમુદ્ર વચ્ચે આવેલા રત્નકૂટ પર્વત પર જિનમંદિર કરાવીને રહેલા લાગી.
એક દિવસે તૈયાર થયેલા અદૃષ્ટપાર સરોવરમાં વરસાદનું પાણી ભરાતું હતું તે કેટલીક દેવીઓ સાથે જોતી પ્રિયંગુસુંદરી કિનારે બેઠી હતી તેવામાં સપરિવાર લક્ષ્મીદેવીને દક્ષિણ દિશામાંથી સન્મુખ આવતાં જોયા. તે નંદીશ્વર વગેરે દ્વિોમાં વિહાર કરી આવતા હતા. જવાની ઉતાવળ હોવાથી વાહનો દૂર રોક્યા. આગળ ચાલનારાઓ આગળ ચાલ્યા ગયા છતાં તેને રોકવાનો હૂકમ નહીં મળેલો જાણી હર્ષ છુપાવી પ્રિયંગુસુંદરી એ જરા રોષમાં કહ્યું.
“કમલે ! (લક્ષ્મી) કેમ ઉતરતા નથી ?' પ્રિયંગસુંદરીનો વૈભવ ક્ષીણ થવા આવ્યો છે.” એવું તમે પણ જાણી લીધું કે?''