________________
દ્વાદશ પરિચ્છેદ ૧. અષ્ટાપદ પર્વત
-
મારું ચિત્ત તિલકમંજરીના વિરહથી વ્યાકુળ હતું, છતાં તેણે બતાવેલું શુભ મુહૂર્ત ધ્યાનમાં લઈ બીજી તરફ સભામાં બેઠેલામાંના એક પુરૂષને મેં પૂછ્યું
“અરે હાલમાં કોઈ ચક્રસેનવિદ્યાધરના રાજકુટુંબના સમાચાર જાણે છે ?”
તે વાર પછી પ્રણામ કરી પ્રધાન દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી“મહારાજ ! હમણાં જ દક્ષિણ શ્રેણીમાંથી આપને મળવા માટે ઘણો જ ઉત્સુક અને ઘણો જ સુંદર એક યુવાન આવેલો છે, તે “ભલા માણસો ! મને નકામો શા માટે પકડો છો ? છોડી ઘો” એમ બોલતો દરેક દ્વારપાલની પ્રાર્થના કરતો બારણે ઉભો છે, કદાચ તે જાણતો હોય.”
કોણ એ આવ્યો હશે !” એમ વિચાર કરી જલ્દી અંદર લાવવા હુકમ આપ્યો. જેને તેઓ બોલાવી લાવ્યા તે ગંધર્વક હતો. માત્ર કાનમાં એક કડી જ પહેરેલી હતી, તાંબૂલ ઘણો વખત થયા લીધું હોય તેવું જણાતું નહીં માથાના વાળને તેલ ધૂપ વગેરેથી સમાર્યા નહોતા, જુનાં ફાટ્યાં ટુટયાં કપડાં પહેર્યા હતાં, શરીરે અંગરાગ લગાવેલ નહોતો, શરીરનું તેજ ઉડી ગયું હતું, અત્યન્ત દુર્બળ શરીરે, પ્લાન વદને ઢીલા ગાત્રે, ઢીલા પગે