________________
૨૮૭
સહિત ઉત્તર શ્રેણીનું રાજ્ય કરો. છેવટે–પૃથ્વીમાં એક અપૂર્વ ચક્રવર્તી થાઓ. સ્વામી વિના આકુળ વ્યાકુળ થયેલી પ્રજાને હવે આશ્વાસન આપો. રાજ્ય સ્વીકારી અનંગરતિને પણ ખુશ કરો.
મરવાના નકામા વિચારો પણ છોડી દો. વિદ્યાઓ સહાયમાં હોવાથી પ્રણયની અને મિત્રનો વિરહ હવે થોડા વખતમાં જ નાશ પામશે. કેમકે
૧
“હુઠા ઉગે ઝાડનાં, વળી વધે ક્ષીણ ચંદ એવું જાણી સંતજન, બાળે ન દુ:ખમાં મન.” ૧ એમ કહી દેવી અંર્તધ્યાન થઈ ગયા.
એવામાં આકાશને ફોડી નાંખે તેવો એક જબરજસ્ત દિવ્ય ભેરીનો ગડગડાટ સંભળાયો. તે અવાજ સાંભળીને ચારે તરફથી વિદ્યાધર પતિઓ એકઠા થઈ ગયા. વાજીંત્ર વગાડતાં વગાડતાં દરેક વિદ્યાધરો સ્તુતિ કરવા લાગ્યા. તે ગુફામાં આવીને, જવાનું મન ન છતાં મને ત્યાંથી વિનયપૂર્વક વિમાનમાં બેસાડી ચંડગહ્લર નામના વૈતાઢ્ય પર્વતના શિખર પર લઈ ગયા. ત્યાં સિંહાસન પર બેસાડી અભિષેક કરી દરેકે પ્રણામ કર્યા. વિક્રમબાહુના સિંહાસન પર બેઠા પછી ઉપર છત્ર ધરાયું. બે ચામરો વીંજાવા લાગ્યા. બધી અભિષેક સામગ્રી પૂરી થયા પછી મંત્રીઓની સૂચનાથી પુરૂદંશ નામના નિમિત્તિઆગે નગરમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરી.
૧. ‘ક્ષુળોપિ રોહતિ તરુ: ક્ષીનોઽવ્યુપીયતે પુનશ્ચન્દ્ર:' । इति विमृशन्तः सन्तः संतप्यते न विधुरेषु ॥१ ॥