________________
૨૮૫
હું શું માગુ ? મને જે ઈષ્ટ છે તે હવે હું મારી મેળે જ સાધી લઈશ (મરણ), તે બાબત કંઈ મારે પૂછવાનું નથી જ પણ જેને માટે આ મંત્રસાધન કરવાનું મેં માથે લીધું છે, તે આ બારણામાં બેઠેલા અનંગરતિ વિદ્યાધરને પૂછો કે તેને શું પ્રિય છે ?' વિસ્મય પામી તેણે કહ્યું–“અહો ! મહાસત્વ ચૂડામણી! પ્રિયના વિયોગથી થયેલું મનનું દુ:ખ દબાવી બીજા પર ઉપકાર કરતાં તમારું સુચરિત્ર અમને ઘણો જ આનંદ આપે છે. તમારા વિના બીજો કયો માણસ બીજા માટે આટલું બધું નિષ્ફળ દુઃખ સહન કરે ?’'
વળી પોતાનું જ રાજ્ય બીજા ગમે તેને આપી દે તેવો તમારા વિના કોણ છે ? જો કે આપનું વચન અમારે અત્યન્ત આદરથી માનવું જ જોઈએ, પરંતુ આચાર (રીતિ) એવો છે કે– જે મહાસત્વશાળી વિધિથી દેવતાઓનું આરાધન કરે અને જેના ગુણોથી દેવીઓનું મન વશીભૂત થાય તેને જ તે સિદ્ધ થાય છે. પણ એકના આગ્રહથી બીજાને સિદ્ધ થાય નહીં. તેમજ આ અનંગતિને પણ વ૨ મેળવવાની ઈચ્છા નથી જ. જો કે તેણે સ્વાર્થ ખાતર પ્રાર્થના કરી હોય તેમ જણાય છે, પણ ખરી રીતે પરમાર્થ માટે જ તેનો પ્રયત્ન હતો. સાંભળો, પહેલાંની વાત જાણવા જેવી છે. તેણે કહ્યું–
આ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તરશ્રેણીમાં ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાં વિક્રમબાહુ નામનો ચક્રવર્તી રાજા હતો. દોહા
“નાઠી શોભા કમળતણી, ભમરા ભમે ગભરાઈ રોવે ચકવા, સામે તીર-પ્રિયા એની, આંખે નીર.” ૧