________________
૨૮૩
મારી પાસે ગુરુ વંશપરંપરાથી મળેલા મંત્રો છે. તે મંત્રો સિદ્ધ કરો અને તેના પ્રભાવ વડે મારું રાજ્ય મને પાછું અપાવો.'’
તે વાત મેં કબુલ કરી, બધા મંત્રો મેં મૂર્ખ શીખી લીધા, તેની જાપ વિધિ સમજી લીધી, પછી એક સાંકડી, ભયંકર અને ગાઢ અંધારાવાળી પર્વતની ગુફામાં પેઠો.
તેની અંદર પણ નીચે પત્થરના બારણાવાળું એક ભોંયરૂં હતું. તેમાં મન સ્થિર કરી હું બેઠો. બારણામાં અનંગરિત રહ્યો. તે ફૂલ, ધૂપ વગેરે આધ્યે જતો હતો, અને મારા ઉત્તર સાધક તરીકે કામ કરતો હતો, હું કોઈ વસ્તુ જોતો નહીં, ગંધ સુંઘતો નહિ, શબ્દ સાંભળતો નહીં, સ્પર્શ સુખ ભોગવતો નહીં, ફળોના રસનો આસ્વાદ લેતો નહીં, મરવા પડેલા મારા આત્માને નકામી ધારણા કરતી હોય તેવી વ્હેર મારી ગયેલી ઈંદ્રિયોવાળા દેહ વડે આદિપુરૂષોએ પ્રતિષ્ઠિત કરેલી વિદ્યાદેવીઓની પ્રતિમાઓને પ્રણામ કરી સન્મુખ બેઠો. પદ્માસન લગાવ્યું, જમણા હાથમાં માળા લીધી, અને મંત્ર સાધવા બેઠો.
મંત્રાક્ષરો વડે જાણે કંટાળી ગયા હોય, ખીજવાઈ ગયા હોય તેમ રાક્ષસો મને ધ્યાનમાંથી ચલિત કરવા અનેક પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યા.
કેટલાક કુતુહળી ધર્મિષ્ઠ વિદ્યાધરોનું રૂપ લઈ વિદ્યાદેવીઓની મૂર્તિ આગળ ગાનતાન કરવા લાગ્યા, કેટલાક ઓળખીતા માણસનું રૂપ લઈ ‘અમને મહારાજા મેઘવાહને આપને તેડવા મોકલ્યા છે.’’ એમ કહી લખેલો પત્ર આગળ ફેંકતા હતા. કેટલાક ખુશી ખુશી થયા. કુમાર ! વધામણી વધામણી, કુમાર સમરકેતુ