________________
તૈયારી ત્યારી ભેટની
૨૮૧
નિવારી મ્હારી કોપીને. ૧
તો પણ મારું જીવન તમારે આધીન હોવાથી અહીં હોઉં કે દેશાંતર ગઈ હોઉં, પણ આપ મને ભૂલશો નહીં.''
વાંચતાંની સાથે જ આખું શરીર ધ્રૂજવા લાગ્યું, શ્વાસ ચાલવા લાગ્યો, આંખો આંસૂના પૂરથી ભરાઈ ગઈ, હૃદય પડી જવા લાગ્યું, ઢીલી હથેળીમાંથી કાગળ કોણ જાણે ક્યારે સરી ગયો, તેની તો મને ખબર જ ન રહી.
“હું કોણ છું ? ક્યાં આવ્યો છું ? શા માટે આવ્યો છું? હું શું કરું છું ? રાત છે કે દિવસ ? કયો વખત છે ? આ દુઃખો કે સુખો ? જીવન કે મરણ ? મૂર્છા કે ચેતના ? સાચું કે ઇંદ્રજાળ ? સ્વદેશ કે વિદેશ ? ઈત્યાદિ કંઈ પણ જાણી શકતો નહીં, માનસિક દુ:ખથી દબાયેલો મહામહેનતે ચતુરિકાને રવાને કરી નીચે ઉતર્યો. જાણે અંગારામાંથી સળગતું હોય તેવું એ સ્થળ, પરિજન, સૈન્ય, બધું છોડીને એકલો છુપી રીતે ગીચ ઝાડીને રસ્તે થઈ ભૃગુ પરથી પડી મરવાનો નિર્ણય કરી વૈતાઢ્ય પર્વતના ઉંચામાં ઉંચા શિખર પર ચડ્યો.
કોઈ તીર્થસ્થળની તપાસમાં ફરતો હતો તેવામાં ઝાડ નીચે એક રાજકુમારને એક પંદર વર્ષની સ્ત્રી વસ્ત્રનો છેડો પકડી રોકવાનો પ્રયત્ન કરતી હતી. બે હાથ પહોળા કરી તેની પીઠને પરિભ્રમણ આપતી હતી, અતિ કરૂણ રૂદન કરતી હતી, અને વારંવાર તેને પગે પડી સમજાવતી હતી, વિનંતી કરતી હતી. આ ટીંખળ જોઈ મને ઉલટો વધારે ઉદ્વેગ થયો, તેની પાસે ગયો, અને ધીમેધીમે સમજાવટથી કહ્યું–